અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

ભારતના મહાન વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝની આજે પૂણ્યતિથિ, આવો જાણીએ એમના વિશે

  • 23 નવેમ્બર એટલે ભારતનાં મહાન વૈજ્ઞાનિક એવા જગદીશચંદ્ર બોઝની પુણ્યતિથિ
  • વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કદાચ માર્કોની પહેલાં જ રેડિયોની શોધ કરી લીધી હતી
  • વૃક્ષોમાં જીવન હોવાની શોધ કરવાનો શ્રેય પણ જગદીશ ચંદ્ર બોઝના ફાળે છે

અમદાવાદ, 23 નવેમ્બર : ભારતીયોની બુદ્ધિમતાથી આખી દુનિયા પરિચિત છે. તેમાં પણ ભારત જ્યારે ગુલામી હેઠળ હતું અને વૈજ્ઞાનિક પ્રયોગો માટે શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સંસાધનોની જરૂર હતી ત્યારે પણ ભારતે વિજ્ઞાન ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી પોતાનો પરિચય આપ્યો છે. આવા જ સમયના એક મહાન ભારતીય વૈજ્ઞાનિક છે, જગદીશ ચંદ્ર બોઝ. આજે જગદીશ ચંદ્ર બોઝની પુણ્યતિથિ છે, જેની મહાનતાથી આખી દુનિયા પરિચિત છે. જેમણે કદાચ માર્કોની પહેલાં જ રેડિયોની શોધ કરી લીધી હતી. 23 નવેમ્બર, 1937ના રોજ તેમનું અવસાન થયું હતું.

જગદીશ ચંદ્ર બોઝને જ રેડિયો અને માઇક્રોવેવ ઓપ્ટિક્સની શોધનો શ્રેય આપવામાં આવે છે. કેટલાંક લોકો તેમને બંગાળી સાયન્સ ફિક્શનના પિતામહ પણ કહે છે તેમજ એવું પણ કહેવામાં આવે છે કે, તેમણે શોધેલા વાયરલેસ રેડિયો જેવા ઉપકરણને લીધે જ રેડિયોનો વિકાસ થયો હતો. પરંતુ તેમના પોતાના નામે પેટન્ટ ન હોવાને કારણે રેડિયોની શોધનો શ્રેય માર્કોનીને જ મળે છે. ઘણીવાર ભારતીયો તેમને એવા વૈજ્ઞાનિક તરીકે યાદ કરે છે જેમણે વૃક્ષોમાં જીવન હોવાની શોધ કરી હતી.

તો આવો જાણીએ જગદીશ ચંદ્ર બોઝના જીવનની કેટલીક ખાસ વાતો વિશે :

મહાન ભારતીય વૈજ્ઞાનિક એવા જગદીશચંદ્ર બોઝનો જન્મ 30 નવેમ્બર, 1858ના રોજ ઢાકા જીલ્લાના ફરીદપુર મેમનસિંહ ગામમાં થયો હતો જે હાલના સમયમાં બાંગ્લાદેશના આવેલું છે. જેમના પિતા ભગવાનચંદ્ર બ્રહ્મ સમાજના નેતા હતા. બોઝે તેમનો પ્રારંભિક અભ્યાસ ગામની જ એક શાળામાં કર્યો હતો. આ શાળાની સ્થાપના તેમના પિતાએ કરી હતી. આર્થિક રીતે સંપન્ન તેમના પિતા તેમને સરળતાથી અંગ્રેજી શાળામાં મોકલી શકતા હતા પરંતુ તેઓ ઇચ્છતા હતા કે પુત્ર અંગ્રેજી શિક્ષણ લેતા પહેલા તેની માતૃભાષા શીખે અને તેની સંસ્કૃતિને સારી રીતે જાણે. 1884માં, જગદીશચંદ્ર બોઝે નેચરલ સાયન્સમાં સ્નાતક ડિગ્રી મેળવી અને લંડન યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં પણ બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

Jagadish Chandra Bose
@wikipedia

બાળપણથી જ જગદીશચંદ્ર બોઝને વનસ્પતિમાં રુચિ હતી. જેથી જગદીશચંદ્ર બોઝ બાલ્યકાળમાં માતા વૃક્ષને પત્તાં તોડતાં રોકતાં હતા તેમજ રાત્રે ઝાડ નીચે જતાં પણ રોકતાં હતાં. જગદીશચંદ્ર બોઝે કેસ્કોગ્રાફ નામના સાધનની શોધ કરી હતી. તે આસપાસના વિવિધ તરંગોને માપી શકતું હતું. જે બાદ જગદીશચંદ્ર બોઝ દ્વારા વનસ્પતિમાં જીવ અને સંવેદના હોય છે તે અંગેનું વૈજ્ઞાનિક પરીક્ષણ રોયલ સોસાયટીમાં કરવામાં આવ્યું. જે પરીક્ષણ દ્વારા જગદીશચંદ્ર બોઝે ભારતીય પરંપરાઓને પુષ્ટ કરતી વાતોને વિશ્વ સમક્ષ મૂકી વિશ્વને ચકિત કરી દીધું હતું.

જગદીશચંદ્ર બોઝે પ્રયોગ કરી શું સાબિત કરી બતાવ્યું ?

મહાન વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે છોડની ઉત્તેજનાને એક ચિહ્નના માધ્યમથી મશીનમાં દર્શાવ્યું અને આ બાદ તેમણે તે છોડના મૂળમાં બ્રોમાઇડ નાખ્યું. જેના કારણે છોડની પ્રવૃતિઓ અનિયમિત થવા લાગી. આ પછી પ્લાન્ટના ઉત્તેજના માપવાવાળા યંત્રએ કોઈપણ પ્રવૃત્તિ દર્શાવવાનું બંધ કરી દીધું. જેનો અર્થ એ થયો કે છોડ મરી ગયો છે.

 

રેડિયોની શોધનું શ્રેય માર્કોનીને નહીં પણ ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝના ફાળે

radio
@wikipedia\radio

બ્રિટિશ સમયના ભારતમાં જગદીશચંદ્ર બોઝ એ પહેલા વૈજ્ઞાનિક હતા જેમણે રેડિયો અને સૂક્ષ્મ તરંગોની પ્રકાશિતતા પર કાર્ય કર્યું હતું. તેમને રેડિયો વિજ્ઞાનના પિતા માનવામાં આવે છે. જગદીશચંદ્ર બોઝ દ્વારા ક્રેસ્કોગ્રાફ યંત્રનો આવિષ્કાર કરવામાં આવ્યો તેમજ વિવિધ ઉત્તેજકો પ્રત્યે વનસ્પતિઓની પ્રતિક્રિયાનું અધ્યયન પણ કરવામાં આવ્યું હતું. જેનાથી તેમણે સિદ્ધ કરી બતાવ્યું હતું કે વનસ્પતિઓ અને પ્રાણીઓની સંવેદનામાં ખૂબ જ સમાનતા હોય છે. ભારતનો આધ્યાત્મિક વારસો અને જ્ઞાનવિજ્ઞાનનો સંબંધ અદ્વિતીય અદભુત છે. ભારતના આ મહાન વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝને તેમની પુણ્યતિથિ પર શત શત વંદન..

આ પણ જાણો :તુલસી વિવાહ પર લાગશે ભદ્રાઃ જાણો ક્યારે કરશો પૂજા

Back to top button