ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

9 ટન રાહત સામગ્રી લઈને ભારતીય સેનાનું વિમાન ભૂકંપગ્રસ્ત નેપાળ પહોંચ્યું

Text To Speech

કાઠમંડુ: ભારત સરકારે ભૂકંપ પ્રભાવિત નેપાળના લોકો માટે 9 ટન ઈમરજન્સી રાહત સામગ્રીનો બીજો જથ્થો મોકલ્યો છે. ભારતીય વાયુસેનાના એક વિશેષ વિમાને સોમવારે સાંજે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આ સામગ્રી લઈને નેપાળ માટે ઉડાન ભરી હતી. જ્યાં લોકોને ખોરાક, ગરમ કપડાં અને દવાઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), ગાઝિયાબાદની આઠમી બટાલિયન દ્વારા રાહત સામગ્રીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા.

નેપાળના ભૂકંપ પ્રભાવિત જિલ્લાઓમાં ઈમરજન્સી રાહત સામગ્રી મોકલનાર ભારત પહેલો દેશ બન્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું, આ દુ:ખની ઘડીમાં ભારત નેપાળની સાથે છે. ભારત દ્વારા મોકલાયેલો નવ ટન રાહત સામ્રગીનો બીજો જથ્થો ભારતીય વાયુસેનાના વિશેષ C-130 વિમાન દ્વારા નેપાળગંજ પહોંચાડવામાં આવ્યો હતો. જેમાં આવશ્યક તબીબી અને સ્વચ્છતા પુરવઠો, તંબુ, સ્લીપિંગ બેગ અને ધાબળા સામેલ છે.

આ પહેલા રવિવારે ભારતે નેપાળને 11 ટન રાહત સામ્રગી મોકલી હતી. દરમિયાન, નેપાળના નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે જાજરકોટ અને આસપાસના વિસ્તારોમાં સોમવારે સ્થાનિક સમયાનુસાર સાંજે 4.31 વાગ્યે ફરી એક મજબૂત ભૂકંપ અનુભવાયો હતો, જેની તીવ્રતા 5.8 નોંધવામાં આવી હતી. 3 નવેમ્બરે આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધી 153 લોકોનાં મૃત્યુ થયા છે અને 250થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમજ 8000 ઘરોને નુકસાન પહોંચ્યું છે.

આ પણ વાંચો: નેપાળમાં 5.6 નો ભૂકંપ, દિલ્હીમાં અનુભવાયા આંચકા

Back to top button