ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉત્તરપ્રદેશ, બંગાળ અને મહારાષ્ટ્રમાં NDAની પીછેહઠ

Text To Speech

નવી દિલ્હી, 4 જૂન: લોકસભા ચૂંટણી બાદ આજે મંગળવારે સવારે 8 વાગ્યે શરૂ થયેલી મતગણતરીના પ્રારંભિક વલણોમાં INDI ગઠબંધન હાલમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં આગળ રહેલું છે, જ્યારે NDAએ પીછેહઠ કરી લીધી છે. મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી 2024ની મત ગણતરીમાં મહારાષ્ટ્રની 48 સીટો પર રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે. અહીં ભાજપની આગેવાની હેઠળની NDA 11 બેઠકો પર આગળ છે. INDI ગઠબંધન 29 બેઠકો પર આગળ છે. ઉત્તરપ્રદેશમાં ભાજપની આગેવાની હેઠળની NDA 35 બેઠકો પર આગળ છે. INDI ગઠબંધન 44 બેઠકો પર આગળ છે. તો પશ્ચિમ બંગાળમાં ભાજપની આગેવાની હેઠળની NDA 12 બેઠકો પર આગળ છે. INDI ગઠબંધન 29  બેઠકો પર આગળ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીની વારાણસી સીટ પરથી આગળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીની વારાણસી સીટ પરથી આગળ ચાલી રહ્યા છે. અખિલેશ યાદવ પણ રાયબરેલી સીટ પર આગળ ચાલી રહ્યા છે. રાજનાથ સિંહ તેમની લખનઉ સીટ પર આગળ ચાલી રહ્યા છે. અલ્હાબાદ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર નીરજ ત્રિપાઠી પણ તેમના નજીકના હરીફ સમાજવાદી પાર્ટીના ઉજ્જવલ રમણ સિંહ કરતા આગળ છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની કુલ 80 બેઠકો છે. આ વખતે કુલ 851 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ભાજપે રાજ્યની 80માંથી 75 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી છે. જ્યારે ગઠબંધન ભાગીદાર અપના દળ (સોનેલાલ) મિર્ઝાપુર અને રોબર્ટસગંજ (અનામત) બેઠકો પરથી, સુભાસપ ઘોસીથી અને આરએલડી બિજનૌર અને બાગપતથી ચૂંટણી લડ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (વારાણસી ચૂંટણી પરિણામ 2024) રાજ્યની વારાણસી લોકસભા બેઠક પરથી ત્રીજી વખત ચૂંટણી લડ્યા છે. જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી રાજ્યની રાયબરેલી બેઠક પરથી ઉમેદવાર છે (રાયબરેલી ચૂંટણી પરિણામ 2024). સપા પ્રમુખ અખિલેશ કન્નૌજથી ચૂંટણી લડ્યા છે.

આ પણ જુઓ: ઓડિશામાં લોકસભા અને વિધાનસભા બંનેમાં ભાજપ બહુમતી તરફ આગળ

Back to top button