ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NDA સરકાર ‘3.0’: જાણો નીતિશ અને નાયડુની ભાજપ પાસે શું છે ડિમાન્ડ?

  • NDAની સહયોગી પાર્ટીઓએ સરકારની રચના પહેલા જ ભાજપ પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું

નવી દિલ્હી, 5 જૂન: લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ NDA સરકાર ‘3.0’માં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી માટે ધોકા પછાડવાનું શરુ થઈ ગયું છે. આજે બુધવારે સાંજે દિલ્હીમાં BJPના નેતૃત્વમાં NDAની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે અહેવાલ આવી રહ્યા છે કે, NDAની સહયોગી પાર્ટીઓએ સરકારની રચના પહેલા જ ભાજપ પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું છે.

ભાજપ અને વડાપ્રધાન મોદી માટે અગ્નિપરીક્ષા ઊભી થઈ

અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, NDAની સહયોગી એવી તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ લોકસભામાં અધ્યક્ષ પદ અને 3 કેબિનેટ મંત્રી માટે માગણી કરી છે. જયારે JDU એ 3 કેબિનેટ મંત્રી માટે અને શિવસેના એકનાથ શિંદે જૂથે પણ એક કેબિનેટ મંત્રી પદ અને 2 MoS માંગ્યા છે, આ સિવાય ચિરાગ પાસવાન 1 કેબિનેટ અને 1 રાજ્ય મંત્રીની માંગ કરી શકે છે. જીતન રામ માઝી પણ મોદી સરકારમાં કેબિનેટ મંત્રી બનવા માંગે છે.  એવું કહેવામાં આવી રહ્યું છે કે નાયડુ 5 થી 6 અથવા તેનાથી વધુ મંત્રાલયો માંગી શકે છે. ત્યારે આ માંગને પગલે ભાજપ અને વડાપ્રધાન મોદી માટે અગ્નિપરીક્ષા ઊભી થઈ છે.

TDU આ મંત્રાલયની કરી શકે છે માંગ

  1.  લોકસભા અધ્યક્ષનું પદ
  2.  માર્ગ પરિવહન
  3. ગ્રામીણ વિકાસ
  4. આરોગ્ય
  5. આવાસ અને શહેરી બાબતો
  6. કૃષિ
  7. પાણીની શક્તિ
  8. માહિતી અને પ્રસારણ
  9. શિક્ષણ
  10.  ફાઇનાન્સ (MoS)

NDAને બહુમતી મળી 

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં બીજેપીની આગેવાની હેઠળના NDAએ 292 સીટો પર જીત મેળવી હતી, જ્યારે વિપક્ષ INDIA બ્લોક 234 સીટો પર આગળ હતો. ભાજપે 240 બેઠકો જીતી છે, જે બહુમતીના 272ના આંકડા કરતા ઓછી છે. જ્યારે કોંગ્રેસ 99 બેઠકો જીતવામાં સફળ રહી, જે 2019ની 52 બેઠકો કરતાં 47 બેઠકો વધુ છે. એનડીએના વોટ શેરમાં પણ આ વખતે ઘટાડો થયો છે.

એનડીએના 5 મોટા સહયોગી

1. TDP 16
2.JD(U) 12
3. શિવસેના 7
4. LJP (રામ વિલાસ) 5
5. JD(S) 2

નાયડુ વિશેષ દરજ્જાની માંગ કરી શકે છે

મંત્રાલયમાં આ માંગણીઓ સિવાય ચંદ્રાબાબુ નાયડુ આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાની પણ માંગ કરી શકે છે. આ તેમની લાંબા સમયથી માંગ છે. તમને જણાવી દઈએ કે એવા રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવે છે, જે દેશના અન્ય ભાગોની તુલનામાં ઐતિહાસિક રીતે પછાત છે. તેનો નિર્ણય નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NDC) દ્વારા લેવામાં આવ્યો છે. તેલંગાણાના અલગ થયા બાદથી ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જાની માંગ કરી રહ્યા છે. તેની પાછળ તેમની દલીલ એ છે કે હૈદરાબાદ તેલંગાણામાં ગયા બાદ આંધ્ર પ્રદેશની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થયું છે.

આ પણ જુઓ: લખનઉમાં મુસ્લિમ મહિલાઓ એક લાખનું ‘ગેરંટી કાર્ડ’ લઈને કોંગ્રેસ કાર્યાલય પહોંચી

Back to top button