PM મોદીની સાંસદોને સલાહ, ચૂંટણી સુધી લોકસભા મતવિસ્તારમાં વધુ સમય વિતાવો
HD ન્યુઝ ડેસ્કઃ ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે . દરમિયાન, બુધવારે (2 ઓગસ્ટ) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના 48 સાંસદો સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે સાંસદોને તેમના વિસ્તારમાં કોલ સેન્ટર બનાવવાનું કહ્યું હતું. તેના દ્વારા સરકાર અને તેના પોતાના કામો લોકો સુધી પહોંચાડવા જોઈએ.
એક્સપર્ટ્સને હાયર કરવા જોઈએઃ મીટિંગ દરમિયાન પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે, “તેઓએ પ્રોફેશનલ સોશિયલ મીડિયા એક્સપર્ટ્સને હાયર કરવા જોઈએ જેથી કરીને વિપક્ષી પાર્ટીઓ અને ઉમેદવારો દ્વારા જે ભ્રમણા ફેલાવવામાં આવી રહી છે તેને દૂર કરી શકાય.” પીએમ મોદીએ કહ્યું કે હવેથી લઈને ચૂંટણી સુધી. તમારા લોકસભા મતવિસ્તારમાં લોકો વચ્ચે મહત્તમ સમય વિતાવો.
PM મોદીએ કોની સાથે કરી મુલાકાત? પીએમ મોદીએ તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, આંદામાન અને નિકોબાર, પુડુચેરી અને લક્ષદ્વીપના 48 સાંસદો સાથે બેઠક કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. સૂત્રોએ જણાવ્યું કે પીએમ મોદીએ બેઠક દરમિયાન કહ્યું કે જનતામાં વધુમાં વધુ સક્રિયતા વધારવા માટે સાંસદોએ જમીની સ્તર સુધી પહોંચવું પડશે. તેમણે કહ્યું કે યોજનાઓને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાની હોય છે, પરંતુ તેમની પ્રતિક્રિયા પણ લેવી પડે છે. જેથી લોકોની વિચારસરણીનો પણ અંદાજો લગાવી શકાય.
આ પણ વાંચોઃ ભાજપના નેતાઓની ટોપી બાદ હવે કુર્તા અને શર્ટના ખિસ્સા પર જોવા મળશે ‘કમળ’