NCP પ્રમુખ શરદ પવારે મોટી જાહેરાત કરતા કહ્યું કે તેઓ પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દેશે. પવારે તેમની આત્મકથા ‘લોક માજે સંગાઈ – રાજકીય આત્મકથા’ ના વિમોચન દરમિયાન રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, ‘હું NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.’
જાણો પવારે શું કહ્યું ?
આ પ્રસંગે તેમની પત્ની પ્રતિભા સાથે હાજર રહેલા 82 વર્ષીય પવારે કહ્યું, “મને ખબર છે કે ક્યારે રોકવું… મેં એનસીપીના વરિષ્ઠ નેતાઓની એક સમિતિ બનાવી છે, જે આગામી પ્રમુખ નક્કી કરશે.”
હવે તેમનું સ્થાન કોણ લેશે તેને લઈને અટકળો
બાગડોર કોણ સંભાળશે અને આગળ કોણ લેશે તે નક્કી કરવા માટે એક કમિટી બનાવવામાં આવી છે. આ સમિતિમાં પ્રફુલ પટેલ, સુનિલ તટકરે, અજિત પવાર, જયંત પાટીલ અને પાર્ટીના અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસની સ્થાપના સમયથી સંભાળી રહ્યા હતા પ્રમુખ પદ
શરદ પવારે કોંગ્રેસથી અલગ થઈને વર્ષ 1999માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની સ્થાપના કરી અને ત્યારથી તેઓ પ્રમુખ પદ સંભાળી રહ્યા હતા. પવાર દેશના ટોચના વિપક્ષી નેતાઓમાંના એક છે અને મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકાર બનાવવા માટે શિવસેના, કોંગ્રેસ અને NCP વચ્ચેના અસંભવિત જોડાણને એકસાથે જોડવામાં તેમની મહત્વની ભૂમિકા હતી.
આ પણ વાંચો : છૂટાછેડાની ખુશી ! તમિલ સિરિયલની અભિનેત્રીએ છૂડાછેડા મળતા કરી એવી રીતે ઉજવણી કે સોશિયલ મીડિયા છવાઈ