ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહાકુંભમાં સ્નાન કરતી વખતે NCP નેતાને હાર્ટ એટેક આવ્યો, ત્રિવેણી સંગમ પર થયું મૃત્યુ

Text To Speech

પ્રયાગરાજ, 15 જાન્યુઆરી 2025: સોલાપુરના પૂર્વ કોર્પોરેટર અને એનસીપી શરદ પવારના નેતા મહેશ કોઠેનું મંગળવારે પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર સ્નાન કરતી વખતે હાર્ટ એટેના મૃત્યુ થઈ ગયું છે. તેમને નજીકના સગાએ આ જાણકારી આપી છે. તેઓ 60 વર્ષના હતા. ઘટના સવારે સાડા સાત વાગ્યે ગંગા, યમુના અને પૈરાણિક સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ પર થઈ છે.

તેમણે કહ્યું કે, કોઠે અમૃત સ્નાન માટે ત્રિવેણી સંગમ ગયા હતા, નદીના પાણીમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. કોઠેનો પાર્થિવ દેહ બુધવારે અંતિમ સંસ્કાર માટે સોલાપુર લઈ જવામાં આવશે. કોઠેએ 20 નવેમ્બરના રોજ સોલાપુરથી ભાજપના વિજય દેશમુખ વિરુદ્ધ વિધાનસભા ચૂંટણી લડી હતી. પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

કોઠેના પરિવારમાં પત્ની અને એક દીકરો છે. પ્રયાગરાજમાં કડકડતી ઠંડી પડી રહી છે. વિવિધ અખાડાના સંતોએ મકાર સંક્રાંતિના અવસર પર મહાકુંભમાં પ્રથમ અમૃત સ્નાન કર્યું. સવારે 8.30 કલાકથી 1.38 કરોડ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. એનસીપીના પ્રમુખ શરદ પવારે કોઠેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

તેમણે એક્સ પર લખ્યું કે, મારા જૂના સહયોગી મહેશ કોઠેનું પ્રયાગરાજમાં નિધન થઈ ગયું. મહેશ કોઠેને સોલાપુર શહેરના સામાજિક તથા રાજકીય પરિદ્રશ્ય પર મહત્વનો પ્રભાવ હતો. તેમના નિધનથી સોલાપુરમાં એક ગતિશીલ અને સમર્પિત કાર્યકર્તા ખોઈ દીધા. અમે બધા આ દુ:ખની ઘડીમાં કોઠેના પરિવાર સાથે છીએ. હાર્દિક સંવેદના.

આ પણ વાંચો: મહાકુંભ 2025 : મકરસંક્રાંતિએ કેટલા ભાવિકોએ કર્યું અમૃત સ્નાન? સામે આવ્યા આંકડા, જુઓ

Back to top button