શરદ પવારની અરજી પર સુનાવણી કરશે SC, ‘અસલ NCP કોણ છે’


19 ફેબ્રુઆરી, 2024: અજિત પવારની આગેવાની હેઠળના જૂથને અસલી NCP તરીકે જાહેર કરવાના ચૂંટણી પંચના આદેશને પડકારતી શરદ પવારની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચ શરદ પવારની અરજી પર સુનાવણી કરી શકે છે. અગાઉ 16 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે અરજીને તાકીદે સૂચિબદ્ધ કરવા સંમતિ આપી હતી.
આ પહેલા 6 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચે મોટો નિર્ણય આપ્યો હતો કે અજિત પવાર જૂથ જ અસલી NCP છે. પંચે અજીતની આગેવાની હેઠળના જૂથને પક્ષનું ચૂંટણી ચિન્હ ‘ઘડિયાળ’ પણ ફાળવ્યું હતું. અગાઉ 16 ફેબ્રુઆરીના રોજ પવાર તરફથી હાજર રહેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ મહારાષ્ટ્ર વિધાનસભા સત્રને ટાંકીને સુપ્રીમ કોર્ટ પાસેથી આ મામલે વહેલી સુનાવણીની માંગ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે શરદ પવાર જૂથના ધારાસભ્યોને વ્હીપનો સામનો કરવો પડી શકે છે જે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જૂથ દ્વારા જારી કરવામાં આવી શકે છે. મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર 20 ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે.