અમદાવાદએજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NCERTએ ધોરણ 12ના પુસ્તકોમાંથી ‘આઝાદ પાક’ કાઢી નાખ્યું, તેના સ્થાને PoKનો કર્યો સમાવેશ

  • આર્ટીકલ 370નો ઉલ્લેખ અને ‘ચીની ઘૂસણખોરી’ શબ્દનો ઉમેરો: NCERTએ 12મા ધોરણના પુસ્તકમાં કર્યા ઘણા ફેરફારો

નવી દિલ્હી, 18 જૂન: NCERTએ તેના લેટેસ્ટ અભ્યાસક્રમમાં ઘણા ફેરફારો કર્યા છે. NCERT દ્વારા ધોરણ 12 પોલિટિકલ સાયન્સના પુસ્તકોમાં ઘણી વસ્તુઓ દૂર કરવામાં આવી છે અને ઉમેરવામાં આવી છે. આ પુસ્તકોમાં આઝાદ પાકિસ્તાન, ચીની ઘૂસણખોરી અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoK) જેવા શબ્દોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. NCERTના 12મા ધોરણના પુસ્તકમાં માત્ર ભારત-ચીન સંબંધો આધારિત પ્રકરણમાં જ ફેરફાર કરવામાં આવ્યા નથી, પરંતુ 12મા ધોરણના પુસ્તક ‘પોલિટિક્સ ઈન ઈન્ડિયા સિન્સ ઈન્ડિપેન્ડન્સ’માં પાકિસ્તાન ઓક્યુપાઇડ જમ્મુ અને કાશ્મીર સાથે આઝાદ પાકિસ્તાન શબ્દ પણ બદલવામાં આવ્યો છે.

 

NCERT દ્વારા ધોરણ 12 પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં ‘ભારતની ચીન સાથેની સરહદની સ્થિતિ’ સંબંધિત પ્રકરણમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ પુસ્તક ‘કન્ટેમ્પરરી વર્લ્ડ પોલિટિક્સ’ના બીજા પ્રકરણમાં ભારત-ચીન સંબંધો શીર્ષક હેઠળના જૂન અભ્યાસક્રમમાં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ પાઠ્યપુસ્તકના પાના નંબર 25માં કહેવામાં આવ્યું હતું કે, બંને દેશો વચ્ચેના  સરહદ વિવાદને લઈને સૈન્ય સંઘર્ષથી તે આશાને ખતમ કરી દીધી છે. આ વાક્ય બદલીને ભારતીય સરહદ પર ચીનની ઘૂસણખોરીએ એ આશાને બરબાદ કરી દીધી છે. એટલે કે, ‘સૈન્ય સંઘર્ષ‘ શબ્દને ‘ચીન દ્વારા ઘૂસણખોરી‘ શબ્દથી બદલવામાં આવ્યો છે.

આઝાદ પાકિસ્તાન અને PoJK

NCERTની 12મા ધોરણની પુસ્તકમાં માત્ર ભારત-ચીન સંબંધો આધારિત પ્રકરણમાં જ ફેરફાર કરવામાં આવ્યા નથી, પરંતુ 12મા ધોરણના પુસ્તક ‘પોલિટિક્સ ઈન ઈન્ડિયા સિન ઈન્ડિપેન્ડન્સ’માં પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર સાથે આઝાદ પાકિસ્તાન શબ્દ બદલવામાં આવ્યો છે.

અગાઉ આ પુસ્તકના પેજ નં. 119માં કહેવામાં આવ્યું હતું કે,ભારતનો દાવો છે કે, આ વિસ્તાર પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે. પાકિસ્તાન આ વિસ્તારને ‘આઝાદ પાકિસ્તાન‘ કહે છે. પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પાઠ્યપુસ્તક કહે છે કે, આ ભારતીય ક્ષેત્ર છે જે ગેરકાયદેસર રીતે પાકિસ્તાન દ્વારા કબજે કરેલું છે, જેને પાકિસ્તાન ઓક્યુપાઇડ જમ્મુ કાશ્મીર (POJK) કહેવામાં આવે છે.

આર્ટીકલ 370 સંબંધિત ફેરફારો

આ NCERT પુસ્તકના પેજ નંબર 132 પર કલમ ​​370 હટાવવાનો પણ ઉલ્લેખ છે. અગાઉ પુસ્તકમાં એવું કહેવામાં આવ્યું હતું કે, “મોટાભાગના રાજ્યોને સમાન અધિકારો છે પરંતુ જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યો જેવા કેટલાક રાજ્યોને વિશેષ જોગવાઈઓ આપવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી આર્ટીકલ 370ને ઓગસ્ટ 2019માં હટાવી દેવામાં આવી હતી.”

હવે પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, “ઓગસ્ટ 2019માં રાષ્ટ્રપતિ દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવી દેવામાં આવી હતી.” નવા અભ્યાસક્રમમાં અન્ય ઘણા ફેરફારો પણ કરવામાં આવ્યા છે. પુસ્તકમાં અગાઉ લખેલા ‘ગુજરાત રમખાણો‘ને હવે ‘મુસ્લિમ વિરોધી રમખાણો‘ કહેવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન લાદવામાં આવેલી ઈમરજન્સીને લઈને વિવાદો સાથે જોડાયેલા વાક્યોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ સાથે બાબરી મસ્જિદને 3 ગુંબજની રચના તરીકે વર્ણવવામાં આવી છે. અયોધ્યા વિવાદને સૌહાર્દપૂર્વક ઉકેલાયેલ મુદ્દો ગણાવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે, NCERT પુસ્તકમાં ફેરફારો આ વર્ષે એપ્રિલમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા, જેને હવે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના ડાયરેક્ટર દિનેશ પ્રસાદ સકલાની કહે છે કે, અભ્યાસક્રમનું ભગવાકરણ કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી, અહીં અમે પ્રશ્ન ઉઠાવતા એ ફેરફારો કર્યા છે કે, આખરે સ્કૂલના પુસ્તકોમાં રમખાણો વિશે શા માટે શીખવવામાં આવે છે? આ ફેરફારો હકારાત્મકતા વધારવા માટે કરવામાં આવ્યા છે.

આ પણ જુઓ: દીકરીની UPSCની પરીક્ષા છૂટી જતાં માતા બેભાન, પિતાની હાલત ખરાબ! જુઓ આ હૃદયસ્પર્શી વીડિયો

Back to top button