NCERTમાં 170 પ્રોજેક્ટ સ્ટાફ પોસ્ટ માટે નીકળી ભરતી, જાણો વિગતો
- આસિસ્ટન્ટ એડિટર, પ્રૂફરીડર અને DTP ઓપરેટર્સ સહિત વિવિધ જગ્યાઓ ખાલી
- ઉમેદવારોની પસંદગી સ્કિલ ટેસ્ટ/સ્ક્રિનિંગના આધારે 1થી 3 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે
નવી દિલ્હી, 30 જાન્યુઆરી: નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ તેની અધિકૃત વેબસાઇટ પર વિવિધ પ્રોજેક્ટ સ્ટાફની જગ્યાઓ માટે ઑનલાઇન અરજી કરી શકાશે. આસિસ્ટન્ટ એડિટર, પ્રૂફરીડર અને DTP ઓપરેટર્સ સહિત વિવિધ જગ્યાઓ માટે ભરતી અભિયાન દ્વારા કુલ 170 જગ્યાઓ ભરવાની છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સ્કિલ ટેસ્ટ/સ્ક્રિનિંગ અને અરજી ફોર્મની નોંધણી માટે ફેબ્રુઆરી 01ના રોજ ઇન્ટરવ્યુમાં હાજરી આપી શકે છે. આ પદો માટેની પસંદગી સ્કિલ ટેસ્ટ/સ્ક્રિનિંગના આધારે કરવામાં આવશે જે સમગ્ર દેશમાં 1થી 3 ફેબ્રુઆરીના રોજ યોજાશે.
ઉમેદવારોની યોગ્યતા, વય મર્યાદા, અરજી, પસંદગી પ્રક્રિયા, પગાર અને અન્ય વિગતો સહિત NCERT ભરતી ડ્રાઇવ સંબંધિત તમામ વિગતો જાણો :
NCERT પ્રોજેક્ટ સ્ટાફ પોસ્ટ્સ માટેની મહત્વપૂર્ણ તારીખો
સંસ્થાએ તેની અધિકૃત વેબસાઇટ -https://ncert.nic.in/ પર ઑનલાઇન એપ્લિકેશન શેડ્યૂલ સહિત વિગતવાર નોટિફિકેશન અપલોડ કર્યું છે. અરજદારો કસોટીમાં હાજરી આપીને તેમના અભ્યાસની વિગતો (CV) ની નકલ સાથે અસલ પ્રમાણપત્રો અને સૂચનામાં ઉલ્લેખિત શેડ્યૂલ પર યોગ્ય રીતે સ્વ-પ્રમાણિત કરેલી ફોટોકોપી સાથે મુલાકાત લઈ શકે છે.
વોક-ઇન-રજીસ્ટ્રેશન: 01 ફેબ્રુઆરી 2024
કૌશલ્ય પરીક્ષણ (skill test)/સ્ક્રીનિંગ ટેસ્ટની તારીખ અને સમય: 02/03 ફેબ્રુઆરી, 2024
NCERT ભરતી 2024માં ખાલી જગ્યાઓની વિગતોઃ
સહાયક સંપાદકો, પ્રૂફરીડર અને ડીટીપી ઓપરેટર્સ સહિત વિવિધ બિન-શિક્ષણ પદોની ભરતી માટે કુલ 170 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી હતી.
મદદનીશ સંપાદક (Assistant Editor)-60
પ્રૂફરીડર- 60
ડીટીપી ઓપરેટર્સ-50
NCERT પ્રોજેક્ટ સ્ટાફ પોસ્ટ્સ સૂચના PDF
ઉમેદવારો નીચે આપેલી સીધી લિંક દ્વારા પીડીએફ ડાઉનલોડ કરી શકે છે. જાહેર કરાયેલી 170 ખાલી જગ્યાઓ માટે અરજી કરતા પહેલા ઉમેદવારોને સત્તાવાર જાહેરાતને યોગ્ય રીતે વાંચવાની સલાહ આપવામાં આવે છે.
પ્રોજેક્ટ સ્ટાફ પોસ્ટ્સ PDF વાંચો
NCERT પ્રોજેક્ટ સ્ટાફની પોસ્ટની પાત્રતા અને વય મર્યાદા શું છે?
શૈક્ષણિક લાયકાત:
સહાયક સંપાદક:
A.માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી.
B. બુક પબ્લિશિંગ/માસ કોમ્યુનિકેશન/જર્નાલિઝમમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, જ્યાં સંપાદન એ એક વિષય છે.
C. જવાબદાર સંસ્થામાંથી ખાસ કરીને શાળાના પાઠ્યપુસ્તકો-મોનોગ્રાફ્સ અને અહેવાલોના સંપાદન, ઉત્પાદન-આયોજન અને દેખરેખનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ.
D. પુસ્તકો બનાવવાની તકનીક, પ્રિન્ટીંગની આધુનિક પ્રક્રિયા, ટાઇપોગ્રાફીનું જ્ઞાન અને અંગ્રેજી/હિન્દી/ઉર્દૂ ભાષામાં નિપુણ.
NCERT પ્રોજેક્ટ સ્ટાફ ભરતીમાં ઉમેદવારની વય મર્યાદા
સહાયક સંપાદક – 50 વર્ષ
પ્રૂફરીડર- 42 વર્ષ
ડીટીપી ઓપરેટર્સ – 45 વર્ષ’
NCERT 2024 : મહેનતાણું
મદદનીશ સંપાદક-રૂ. 80,000/- દર મહિને
પ્રૂફરીડર- રૂ. 37,000/- દર મહિને
ડીટીપી ઓપરેટર્સ-રૂ. 50,000/- દર મહિને
ઉપરની તમામ પોસ્ટની વિગતો માટે નોટિફિકેશન લિંક તપાસવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો : રેલવેમાં ભરતીઃ 1.5 લાખ પોસ્ટ માટે રોજગાર પ્રક્રિયા પૂર્ણઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ