ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NCBએ રૂ.15 કરોડના કોકેઈન સાથે બે વિદેશી દાણચોરોની કરી ધરપકડ

મુંબઈ: NCBએ 15 કરોડ રૂપિયાના કોકેઈન સાથે બે વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. કાર્યવાહી કરતા મુંબઈની એક હોટલમાંથી ઝામ્બિયન નાગરિક પાસેથી બે કિલોગ્રામ કોકેઈન જપ્ત કર્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીના જણાવ્યા અનુસાર, કન્સાઇનમેન્ટ મેળવનાર તાંઝાનિયાની એક મહિલાને પણ દિલ્હીથી પકડવામાં આવી છે. જપ્ત કરાયેલા કોકેઈનની કિંમત 15 કરોડ રૂપિયા છે. ચોક્કસ માહિતીના આધારે, NCB મુંબઈની ટીમે એક હોટલ પર દરોડો પાડ્યો હતો.

NCBએ મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. અધિકારીના જણાવ્યા અનુસાર, મળેલી માહિતીના આધારે ઝામ્બિયાનો ડ્રગ ડીલર એલએ ગેલિમોરની અટકાયત કરાઈ છે. જોકે, ફ્લાઈટથી મુંબઈ પહોંચ્યા બાદ આરોપી એક હોટલમાં ગયો હતો. આ દરમિયાન માહિતી મળ્યા બાદ એનસીબીની ટીમ તેની તમામ ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી હતી. તપાસ કરતા તેની પાસેથી બે કિલો વજનના કોકેઈનના બે પેકેટ મળી આવ્યા હતા.પૂછપરછ દરમિયાન આરોપીઓ સાથે શહેરના કેટલાક વચેટિયાઓ ડ્રગની હેરાફેરીમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. તે હેન્ડલર પાસેથી સૂચનાઓ મેળવતો હોવાનું જાણવા મળ્યું હતું.

ગિલમોરને એક હેન્ડલર દ્વારા માદક દ્રવ્યોની ડિલિવરી કરવા માટે દિલ્હી જવાની સૂચના આપવામાં આવી હતી. માહિતીના આધારે, NCB મુંબઈની ટીમ તરત જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ગઈ હતી. શનિવારના એક સર્ચ ઑપરેશનમાં MR ઓગસ્ટિનો નામની તાંઝાનિયાની મહિલા જે ગિલમોર પાસેથી કન્સાઇનમેન્ટ મેળવવાના ઇરાદે આવી હતી. તેની ધરપકડ પણ કરાઈ છે. તપાસમાં મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને ગોવા સહિતના અનેક શહેરોમાં ફેલાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટની વ્યાપક પહોંચનો પર્દાફાશ થયો છે.

અગાઉ ઑક્ટોબર 13ના રોજ મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારના ડ્રગ હેરફેરના નેટવર્ક પર ક્રેક ડાઉન કરીને ત્રણ મોટા ઓપરેશન હાથ ધર્યા હતા. આ કામગીરીના પરિણામે 6.959 કિલોગ્રામ કોકેઈન અને 199.25 કિલોગ્રામ અલ્પ્રાઝોલમ જપ્ત કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણ વિદેશીઓ સહિત નવ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: મુંબઈમાં 5 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું, નાઈજીરીયન સહિત 2ની ધરપકડ

Back to top button