ટ્રેન્ડિંગમનોરંજન

Jawanની રિલીઝ પહેલા નયનતારાની ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી ! થોડા જ કલાકોમાં આટલા ફોલોઅર્સ મળ્યા

Text To Speech

ફેન્સ લાંબા સમયથી ‘જવાન’ના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા અને હવે દર્શકોની રાહ પૂરી થઈ ગઈ છે. ફિલ્મનું ટ્રેલર 30 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવ્યું છે, જે દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. લોકો શાહરૂખ ખાન સાથે નયનતારાની કેમેસ્ટ્રી જોવા માટે ઉત્સુક છે અને આ દરમિયાન સાઉથની અભિનેત્રીએ તેનું ઇન્સ્ટાગ્રામ ડેબ્યુ કર્યું છે.

નયનતારા ‘જવાન’માં લીડ એક્ટ્રેસના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે પોલીસની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થશે અને તે પહેલા અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એન્ટ્રી લીધી છે. અભિનેત્રીએ સૌથી પહેલા તેના ઈન્સ્ટાગ્રામ પર તેના બાળકો સાથેનો પોતાનો એક વીડિયો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by N A Y A N T H A R A (@nayanthara)

થોડા કલાકોમાં 844K ફોલોઅર્સ

નયનતારાના ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી લીધાના થોડા કલાકોમાં જ તેને 844K લોકો ફોલો કરી ચૂક્યા છે. અભિનેત્રીએ અત્યાર સુધીમાં કુલ 5 પોસ્ટ કરી છે. પહેલી પોસ્ટમાં તેણે તેના બાળકો સાથેનો વીડિયો શેર કર્યો છે અને બીજી પોસ્ટમાં તે તેના બાળકો સાથે પોઝ આપી રહી છે. જ્યારે બાકીની ત્રણ પોસ્ટમાં તેણે પોતાની આગામી ફિલ્મ જવાનનું ટ્રેલર ત્રણ ભાષા તમિલ, તેલુગુ અને હિન્દીમાં પોસ્ટ કર્યું છે.

 

 

View this post on Instagram

 

A post shared by N A Y A N T H A R A (@nayanthara)

નયનતારાએ 7 લોકોને ફોલો કર્યા

ઇન્સ્ટાગ્રામ ડેબ્યુ સાથે નયનતારાએ 7 લોકોને ફોલો કર્યા છે. તેની યાદીમાં પહેલું નામ બીજું કોઈ નહીં પણ તેનો ‘હીરો’ શાહરૂખ ખાન છે. અભિનેત્રીએ સંગીત નિર્દેશક અનિરુદ્ધને પણ ફોલો કર્યો છે. આ સિવાય નયનતારાએ તેના પતિ અને ફિલ્મ નિર્દેશક વિગ્નેશ શિવનને પણ ફોલો કર્યો છે. માઈકલ ઓબામા, ધ રાઉડી પિક્ચર્સ અને જેનિફર લોપેઝ પણ તેની યાદીમાં સામેલ છે.

જવાનમાં આ અભિનેત્રીઓ પણ જોવા મળશે

તમને જણાવી દઈએ કે નયનતારા પહેલીવાર મોટા પડદા પર શાહરૂખ ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, રિદ્ધિ ડોગરા અને પ્રિયમણી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. દીપિકા પાદુકોણ પણ ખાસ કેમિયો કરશે.

Back to top button