‘જવાન’માં બિકીની સીન આપશે નયનતારા ?


ફિલ્મ ‘પઠાણ’ની સફળતા બાદ શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘જવાન’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તમિલ સિનેમાની લોકપ્રિય અભિનેત્રી નયનતારા પણ જોવા મળશે. ‘જવાન’ ફિલ્મથી તે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર આવી રહ્યા છે કે નયનતારા ‘જવાન’માં બિકીની સીન કરશે.

‘પઠાણ’ના કારણે બિકીની પહેરશે નયનતારા?
રીસન્ટલી એવા અહેવાલો આવ્યા હતા કે નયનતારા શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ના એક સોન્ગ માટે બિકીની પહેરશે, જેમ કે દીપિકા પાદુકોણ ‘પઠાણ’ના ગીત ‘બેશરમ રંગ’માં બિકીનીમાં જોવા મળી હતી. જોકે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘જવાન’માં નયનતારાના બિકીની સીનને ફિલ્મ ‘પઠાણ’ સાથે કોઈ લેવાદેવા નથી.
આ પણ વાંચોઃ ‘જવાન’નો સીન લીકઃ એક્સાઇટેડ થયા SRKના ફેન્સ
ફિલ્મ ‘જવાન’માં નયનતારાને બિકીની પહેરાવવાનો પ્લાન છે. તેને બીચ આઉટફિટ્સ પહેરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. નયનતારાએ તેની ઘણી તમિલ ફિલ્મોમાં આ કર્યું છે. સૂત્રે એ પણ જણાવ્યું કે દીપિકાએ ‘પઠાણ’માં બિકીની પહેરી હતી અને તેથી જ નયનતારા પણ ‘જવાન’માં બિકીની પહેરશે તે વાતમાં કોઈ સત્ય નથી. આ માત્ર અફવાઓ છે.
‘જવાન’ આ દિવસે રિલીઝ થશે
શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું નિર્દેશન સાઉથ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડિરેક્ટર એટલી કરી રહ્યા છે. આમાં વિજય સેતુપથી પણ જોવા મળશે. આ એક એક્શન-થ્રિલર ફિલ્મ છે, જેમાં શાહરૂખ ખાન ‘પઠાણ’ પછી ફરીથી ખતરનાક એક્શન કરતો જોવા મળશે. આ ફિલ્મ 2 જૂન, 2023એ રિલીઝ આવશે.
ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની ‘જવાન’ સિવાય સાઉથની અભિનેત્રી નયનતારાની ઘણી ફિલ્મો પાઈપલાઈનમાં છે, જેમાં ‘સુપરસ્ટાર 75’, ‘પટ્ટુ’, ‘AK 62’ સામેલ છે. ચર્ચા છે કે નયનતારાએ ફિલ્મ ઓટો જાની પણ સાઈન કરી છે, જેના ડિરેક્ટર પુરી જગન્નાથ છે.