ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હરિયાણામાં આજે નાયબ સિંહ સૈનીની શપથવિધિ, મંત્રીમંડળ માટે આ નામોની ચર્ચા

  • PM મોદી સહિત ભાજપના મોટા નેતાઓ અને મુખ્યમંત્રીઓ આ શપથગ્રહણ સમારોહમાં હાજરી આપશે

પંચકુલા, 17 ઓકટોબર: નાયબ સિંહ સૈની આજે ગુરુવારે હરિયાણાના મુખ્યમંત્રીનો તાજ પહેરાવવામાં આવશે. નાયબ સિંહ સૈની સવારે 11 વાગ્યે પંચકુલાના શાલીમાર ગ્રાઉન્ડમાં શપથ લેશે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 37 નેતાઓ અને ભાજપ અને NDA સહયોગી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સૈનીના શપથગ્રહણ સમારોહમાં હાજર રહેશે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, નાયબ સિંહની સાથે આઠથી દસ ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. સૈનીની આ કેબિનેટમાં જ્ઞાતિ સમીકરણનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.

 

રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો 

હરિયાણામાં ભાજપની વિક્રમી જીત બાદ બુધવારે ચંદીગઢમાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં નાયબ સિંહ સૈનીને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પોતે હાજર રહ્યા હતા. નાયબ સૈનીના નામની જાહેરાત કરતા અમિત શાહે કહ્યું કે, આ વખતે હરિયાણામાં 36 સમુદાયોની સરકાર બની રહી છે જે હરિયાણાના દરેક વ્યક્તિનો વિકાસ કરશે. વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નાયબ સિંહ સૈનીએ રાજભવન જઈને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો અને હવે આજે તેઓ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.

નાયબ સૈનીની રાજકીય સફર:

1996 – સંઘમાં જોડાયા, ભાજપમાંથી રાજકીય સફર શરૂ કરી
2009 – હરિયાણાની નારાયણગઢ બેઠક પરથી ચૂંટણી હારી
2014 – પ્રથમ વખત ધારાસભ્ય બન્યા, હરિયાણામાં રાજ્યમંત્રી બન્યા
2019 – કુરુક્ષેત્રમાંથી પ્રથમ વખત ભાજપના સાંસદ ચૂંટાયા
2023 – હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવાયા
2024 – હરિયાણાના 11મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

કેબિનેટ માટે આ નામોની ચર્ચા

ભાજપ હાઈકમાન્ડ જાતિ અને પ્રાદેશિક સમીકરણના આધારે કેબિનેટની રચના કરશે. આવી સ્થિતિમાં જે પણ મંત્રી બનશે તેને હાઈકમાન્ડ દ્વારા સવારે મેસેજ આપવામાં આવશે. જે ધારાસભ્યો મંત્રી બનવાની રેસમાં છે તેમાં કૃષ્ણ કુમાર બેદી, અનિલ વિજ, કૃષ્ણલાલ પંવાર, મૂળચંદ શર્મા, મહિપાલ ઢાંડા, રણબીર ગંગવા, આરતી રાવ, વિપુલ ગોયલ, રાવ નરબીર, અરવિંદ શર્મા, શ્યામ સિંહ રાણા, ડૉ. કૃષ્ણ મિદ્ધા અને રાજેશ નાગરના નામનો સમાવેશ થાય છે. તે જ સમયે, વિધાનસભા અધ્યક્ષ તરીકે હરવિન્દ્ર કલ્યાણ અને અનિલ વિજનું નામ ચાલી રહ્યું છે. ભાજપના નેતાઓએ કહ્યું કે, હરિયાણામાં સીએમ સહિત 14 મંત્રીઓ કેબિનેટમાં સામેલ થઈ શકે છે. મંત્રીની બે જગ્યાઓ ખાલી રહેશે, જે પછીથી ભરવામાં આવશે.

શપથ સમારોહમાં 50 હજાર લોકો આપશે હાજરી 

હરિયાણામાં 5 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં, ભાજપે 90 સભ્યોની વિધાનસભામાં 48 બેઠકો જીતીને રાજ્યમાં ઐતિહાસિક ત્રીજી મુદત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી હતી. હરિયાણામાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર બનવાની સાથે જ સૈની બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, આ મેગા ઈવેન્ટમાં લગભગ 50,000 લોકો આવવાની અપેક્ષા છે.

આ પણ જૂઓ: અબ્દુલ્લા પરિવારની સલાહ બાદ જ 370 હટાવવામાં આવી, કોણે કર્યો આ સણસણતો દાવો

Back to top button