ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

છત્તીસગઢમાં સુરક્ષા દળોના કેમ્પ પર નક્સલી હુમલો: જવાનોનો જડબાતોડ જવાબ, જુઓ વીડિયો

  • નક્સલીઓનો ઈરકભટ્ટી કેમ્પ પર દેશી બનાવટના બોંબ અને રોકેટ લોન્ચર લઈને ગયા 

નારાયણપુર, 7 જૂન: છત્તીસગઢના નારાયણપુરમાં આજે શુક્રવારે નક્સલીઓએ સુરક્ષા દળોના કેમ્પને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. નક્સલીઓએ નારાયણપુરના ઈરકભટ્ટી કેમ્પ પર દેશી બનાવટના બોંબ અને રોકેટ લોન્ચરથી હુમલો કર્યો હતો. પરંતુ સુરક્ષા દળો ખૂબ જ સતર્ક રહ્યા હતા અને નક્સલવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. નક્સલી હુમલામાં સુરક્ષા દળોને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. તમામ સૈનિકો સુરક્ષિત છે. પરંતુ સતર્ક જવાનોએ નક્સલવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી.

 

કોહકામેટા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના

મળતી માહિતી મુજબ, આ ઘટના કોહકામેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. હકીકતમાં, સુરક્ષા દળોના જવાનોએ અહીં એક કેમ્પ બનાવ્યો હતો. આ દરમિયાન નક્સલવાદીઓએ તેમના કેમ્પ પર હુમલો કર્યો હતો. જે બાદ જવાનોએ પણ હિંમત દાખવીને જવાબી કાર્યવાહી કરી હતી. જવાનોને ભારે પડતાં જોઈને નક્સલવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. જે બાદ તમામ પોલીસ સ્ટેશન કેમ્પને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. નારાયણપુરના SP પ્રભાત કુમારે હુમલાની પુષ્ટિ કરી છે.

નક્સલવાદીઓ પર કડક કાર્યવાહી 

ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં સુરક્ષાદળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ જોરદાર અભિયાન ચલાવ્યું છે. બે દિવસ પહેલા સુરક્ષા દળોએ નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં નવ નક્સલવાદીઓની ધરપકડ કરી હતી, જેમાંથી એક પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું. ઝડપાયેલા નક્સલવાદીઓ પાસેથી વિસ્ફોટકો, દારૂગોળો અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.

પાંચ નક્સલવાદીઓની ધરપકડ

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અન્ય એક ઘટનામાં, સુરક્ષા દળોએ ફરસેગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના કુપરેલ અને મંડેમ ગામો નજીકથી પાંચ નક્સલીઓની ધરપકડ કરી હતી, જેઓ 15 મેના રોજ ફરસેગઢ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જના વાહનને લેન્ડમાઈન વડે બ્લાસ્ટ કરવાની ઘટનામાં સામેલ હતા. વિસ્ફોટમાં વાહનને નુકસાન થયું હતું અને સ્ટેશન ઈન્ચાર્જનો આબાદ બચાવ થયો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, પકડાયેલા માઓવાદીઓ વિસ્તારમાં લેન્ડમાઈન લગાવતા, વસૂલાત કરતા, રસ્તાઓ કાપતા અને બેનરો લગાવતા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, આ વિસ્તારમાં નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું છે.

8 નક્સલવાદીઓએ કર્યું  આત્મસમર્પણ 

આ પહેલા 2 જૂને 8 નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જેમાંથી ચારના માથા પર કુલ 5 લાખ રૂપિયાનું ઈનામ હતું. આત્મસમર્પણ કરનારા આઠ નક્સલવાદીઓમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે જેમને કથિત રીતે રસ્તાઓ કાપવાનું, માઓવાદી પત્રિકાઓ અને પોસ્ટરો લગાવવાનું, સુરક્ષા કર્મચારીઓ વિશે માહિતી મેળવવાનું અને માઓવાદીઓ માટે ગેરકાયદે ખંડણી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આત્મસમર્પણ કરનારાઓમાં મહિલા નક્સલવાદી 42 વર્ષીય વેટ્ટી માસે પર 2 લાખ રૂપિયાનું ઈનામ હતું. અન્ય ત્રણ નક્સલવાદીઓ સાગર ઉર્ફે દેવા મડકામ, પોડિયામ નંદે અને સોઢી તુલસી પર 1-1 લાખ રૂપિયાનું ઈનામ હતું.

આ પણ જુઓ: T20 World Cupની ભારત-પાકિસ્તાનની મેચ પર થશે આતંકી હુમલો?

Back to top button