ડિવોર્સ બાદ નવાઝુદ્દીનનું પત્ની આલિયા સાથે પેચઅપ? એનિવર્સરીની પોસ્ટ પર લોકો ભડક્યા!
- આલિયાએ નવાઝુદ્દીન સિદ્દીકી પર મારપીટથી લઈને ઘરમાં કેદ કરવાનો અને ભોજન ન આપવા જેવા અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણે ઘણા વીડિયો બનાવીને અભિનેતાની પ્રતિષ્ઠા પણ બગાડી હતી.
26 માર્ચ, મુંબઈઃ નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની વચ્ચેનો અણબનાવ કોઈનાથી છુપાયેલો નથી. આ અંગે બંનેએ સોશિયલ મીડિયા પર ખુલીને વાત કરી હતી અને એકબીજા પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. એક બાજુ આલિયાએ છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો, તો બીજી તરફ તે પોતાના બાળકો સાથે અલગ પણ રહેવા લાગી હતી. આ બધા વિવાદ વચ્ચે આલિયા ‘બિગ બોસ OTT 2’ની સ્પર્ધક પણ બની હતી. હવે આલિયાએ એક પોસ્ટ શેર કરીને લોકોને ચોંકાવી દીધા છે. આ પોસ્ટ જોઈને લાગે છે કે આલિયા અને નવાઝુદ્દીન સિદ્દીકી વચ્ચે ફરી એકવાર પેચ અપ થઈ ગયું છે!
આલિયા અને નવાઝ ફરી સાથે આવ્યા
આલિયાએ નવાઝુદ્દીન સિદ્દીકી પર મારપીટથી લઈને ઘરમાં કેદ કરવાનો અને ભોજન ન આપવા જેવા અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણે ઘણા વીડિયો બનાવીને અભિનેતાની પ્રતિષ્ઠા પણ બગાડી હતી. માર્ચ 2023માં બંને સત્તાવાર રીતે અલગ પણ થઈ ગયા હતા. બધા ડ્રામા પછી, હવે આલિયાએ એક પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે તે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે તેની 14મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. આલિયાએ સોમવારે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં બે તસવીરો છે જેમાં આલિયા અને નવાઝ પોતાના બાળકો સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીર નવા વર્ષની ઉજવણીની છે. આ પોસ્ટ કરતાં આલિયાએ કેપ્શનમાં લખ્યું કે, ‘હું મારા એકમાત્ર પાર્ટનર સાથે સુખદ લગ્ન જીવનના 14 વર્ષની ઉજવણી કરી રહી છું. વર્ષગાંઠની શુભેચ્છા.
View this post on Instagram
બોયફ્રેન્ડના ફોટા કર્યા ડિલીટ
‘બિગ બોસ ઓટીટી 2’માં આલિયાની સફર લાંબી નહોતી. તેણે શોમાંથી બહાર આવ્યા બાદ એક નવું જીવન શરૂ કર્યું હતું. આ દરમિયાન તેણે તેના નવા પાર્ટનર એટલે કે બોયફ્રેન્ડ સાથે ઘણી તસવીરો પોસ્ટ કરી હતી. તેણે કહ્યું હતું કે તે જીવનમાં આગળ વધી રહી છે. હાલમાં આલિયાએ તેના બોયફ્રેન્ડ સાથેની તમામ તસવીરો ડિલીટ કરી દીધી છે. તાજેતરમાં તેણે નવાઝના વખાણ પણ કર્યા હતા, જેમાં તેણે કહ્યું હતું કે તેની ગેરહાજરીમાં નવાઝ તેના બે બાળકોનું ખાસ ધ્યાન રાખે છે.
લોકોના રિએક્શન્સ
હવે આલિયા સિદ્દીકીની એનિવર્સરી પોસ્ટ જોઈને લોકો દંગ રહી ગયા છે અને રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘તેઓ છૂટાછેડા લઈ રહ્યા હતા, ખરું ને?’ બીજાએ લખ્યું, ‘જો તમે તમારા પતિને પ્રેમ કરો છો તો તમે તેને હંમેશા પરેશાન કેમ કરો છો?’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘એવું લાગે છે કે હવે તેમની વચ્ચે બધું બરાબર છે.’ એક વ્યક્તિએ લખ્યું, ‘ગોલમાલ હે સબ ગોલમાલ હૈ.’ એક વ્યક્તિ એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ અને પૂછ્યું, ‘આખરે શું ચાલે છે, ક્યારેક બ્રેકઅપ તો ક્યારેક પેચઅપ.’
આ પણ વાંચોઃ ભારતની વસ્તી થોડા વર્ષોમાં ઘટવા લાગશે! જાણો કેમ?