‘હડ્ડી’ ફિલ્મના ટ્રેલરમાં નવાઝુદ્દીનનો જોવા મળ્યો ખૂંખાર અવતાર


નવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મ ‘હડ્ડી’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. નવાઝ ખૂબ જ ખતરનાક ટ્રાન્સજેન્ડરના રોલમાં જોવા મળે છે. તો અનુરાગ કશ્યપ વિલનની ભૂમિકામાં હશે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે OTT પર રિલીઝ થશે. ડ્મિના ટ્રેલરમાં નવાઝ ખૂબ જ ઉગ્ન દેખાઈ રહ્યો છે. તે તેમાં બોન’ નામના ટ્રાન્સજેન્ડરની ભૂમિકામાં છે. બીજી તરફ, અનુરાગ વિલન બન્યા છે જે પ્રમોદ અહલાવતના આખા પરિવારને મારી નાખે છે. વાર્તા ‘હડ્ડી’ના બદલાની છે.
આ પણ વાંચો : Bigg Boss 16 ફેમ સૌંદર્યા શર્માએ શેર કરી ગ્લેમરસ તસવીરો
નવાઝ અને અનુરાગ ઉપરાંત મોહમ્મદ જીશાન અયુબ, ઇલા અરુણ અને સૌરભ સચદેવ જેવા કલાકારો આમાં જોવા મળશે. અગાઉ નવાઝની ‘ધૂમકેતુ’, ‘રાત અકેલી હૈ’, ‘સિરિયસ મેન’ અને ‘ટીકુ વેડ્સ શેરુ’ સહિતની ઘણી લ્મિો ઓટીટી પર રિલીઝ થઈ ચૂકી છે.સાથે જો વાત કરવામાં આવે તો ફેન્સ પણ આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે. અને ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો : જાણો રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ નું 15મા દિવસનું કલેક્શન