ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નવસારીઃ સગીરા ઉપર પાંચ કલાકમાં ત્રણ વખત દુષ્કર્મ કરનાર મોહમ્મદ સાદિકને આજીવન કેદ

Text To Speech

સુરત, 2 જાન્યુઆરી, 2025: નવસારીમાં વર્ષ 2021માં 16 વર્ષની સગીરા ઉપર દૂષ્કર્મ ગુજારવાના કેસમાં મોહમ્મદ સાદિક ખત્રી નામના 35 વર્ષીય શખસને નવસારીની સ્પેશિયલ પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ન્યાયાધીશ ટી.એસ. બ્રહ્મભટ્ટ દ્વારા પીડિતાની ઉંમર અને નબળાઈને જોતાં ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આ ઘટનાને નૈતિક અધઃપતનનું કૃત્ય વર્ણવ્યું હતું.  .

મળતી માહિતી મુજબ, સગીરાને સોશિયલ મીડિયામાં ભિવંડીના એક વ્યક્તિ સાથે મુલાકાત થયા બાદ તેની સાથે સગીરા વાતચીત કરી રહી હતી દરમિયાન તેણે તેને મળવાનું નક્કી કર્યું હતું અને તેને મળવા તે જતી હોય ત્યારે વાપી રેલ્વે સ્ટેશન પર મુસાફરી કરતા મોહમ્મદ ખત્રી સાથે તેનો પરિચય થયો હતો જેણે તેણીને ખોટી ખાતરી આપી હતી કે તે તેણીને મુંબઈ પહોંચવામાં મદદ કરશે.

દરમિયાન ખત્રી તેણીને બળજબરીથી નવસારીમાં એકાંત સ્થળે લઈ ગયો અને ત્યાંથી તેણીને મુંબઈ જતી ટ્રેનમાં લઈ ગયા બાદ 5 કલાકમાં ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. તપાસ દરમિયાન, પોલીસને ખત્રીના કબજામાંથી વાયેગ્રાની ગોળીઓ મળી હતી. બાદમાં પોલીસે તપાસમાં એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓમાં પીડિતાના લોહીથી ડાઘવાળા કપડાં અને વાળ ઘટનાને વધુ સમર્થન આપે છે.

કોર્ટે સગીરો સામે જાતીય હિંસાની વધતી જતી ઘટનાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને આવા જઘન્ય ગુનાઓને રોકવા માટે કડક સજાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેના આધારે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

આ પણ વાંચો :- નવી 9 મનપાનો વધારાનો ચાર્જ જિલ્લા કલેકટરને સોંપાયો

Back to top button