ગુજરાતમાં નવરાત્રીની તૈયારીઓ શરૂ, ગરબા આયોજકોએ રાખવું પડશે ખાસ ધ્યાન
- શહેરમાં નવરાત્રીને પગલે શહેર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે
- વડોદરામાં 27 મોટા ગરબા મળી કુલ 728 સ્થળોએ નાના મોટા ગરબા થશે
- શહેરના વિવિધ વિસ્તારોમાં શી ટિમ અને અભયમની ટીમ તૈનાત રહેશે
ગુજરાતમાં નવરાત્રીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જેમાં ગરબા આયોજકોએ આ વખતે વિશેષ ધ્યાન રાખવું પડશે. ખાસ વડોદરામાં ગરબા દરમિયાન સતત એનાઉન્સમેન્ટ કરી હેલ્થ અંગે માહિતી આપવી પડશે. તથા વડોદરામાં નાના મોટા 728 સ્થળોએ ગરબા થશે. જેમાં ગરબાનું આખું સ્થળ પાર્કિંગ સુધી CCTV જરૂરી છે.
આ પણ વાંચો: ગુજરાત: બિનહિસાબી વ્યવહારો, કાળા નાણાંને રોકવા આવકવેરા વિભાગે ગાઈડલાઈન જારી કરી
શહેરમાં નવરાત્રીને પગલે શહેર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે
ગરબાના સ્થળે મેડિકલ કીટ, ટીમ રાખવાની રહેશે. રાજ્યભરમાં નવરાત્રીની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે તમામ શહેરોમાં પોલીસ દ્વારા બંદોબસ્તની કામગીરી ધ્યાનમાં લેવામાં આવી રહી છે. આ વચ્ચે વડોદરા શહેરમાં નવરાત્રીને પગલે શહેર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે. જેના અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે નિવેદન આપ્યું છે. આ અંગે માહિતી આપતાં પોલીસ કમિશનરે જણાવ્યું કે, શહેરમાં 27 મોટા ગરબા મળી કુલ 728 સ્થળોએ નાના મોટા ગરબા થશે. જેમાં ગરબાનું આખું સ્થળ પાર્કિંગ સુધી સીસીટીવીમાં કવર કરવું પડશે. તેમજ હાલની સ્થિતિને જોતાં ગરબાના સ્થળે મેડિકલ કીટ અને ટીમ રાખવાની રહેશે. સ્વાસ્થ્યને લઈને ગરબા દરમિયાન સતત એનાઉન્સમેન્ટ કરવી પડશે. જ્યારે ઈમરજન્સી માટે ગરબાના સ્થળે ફાયર ફાઇટર રાખવા પડશે. તો ઇમરજન્સી લાઈટ અને જનરેટર રાખવા પડશે. તેમજ દરેક મેદાન પર ખાનગી સિક્યુરિટી રહેશે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરોમાં 24 કલાક પાર્સલ બુકીંગ સેવા મળશે, હવાઇ મુસાફરી કરનારાને પણ થશે ફાયદો
છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં હાર્ટ એટેકના કેસની સંખ્યામાં વધારો થયો
છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં હાર્ટ એટેકના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગરબામાં બ્રેક પડે તો પીએ સિસ્ટમથી તેના અંગે સમજ આપતા રહેવી પડશે. જ્યારે મેડીકલ ઇમરજન્સી માટે સ્વયં સેવક રાખવાના રહેશે, જેમાં સ્વયં સેવકોને સીપીઆર તાલીમ આપવાની રહેશે. તો ગરબા સ્થળે પાણી,ઓક્સિજન અને ઓ.આર.એસ રાખવા પડશે. સાથે જ ગરબા મેદાનમાં એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી માટે ટ્રાફિક કોરિડોર બનાવવાનો રહેશે.
શહેરના વિવિધ વિસ્તારોમાં શી ટિમ અને અભયમની ટીમ તૈનાત રહેશે
આ ઉપરાંત વિવિધ મહિલાઓની સુરક્ષા માટે પણ તમામ તકેદારી રાખવાની રહેશે. તેના માટે મહિલા ખેલૈયાઓનું ચેકીંગ મહિલા સિક્યુરિટી કરી શકશે. જ્યારેગરબા મેદાનમાં લોકોની મદદ માટે પોલીસ હેલ્પ ડેસ્ક રાખવાનું રહેશે. જેની સાથે જ મેદાન પર અને શહેરના વિવિધ વિસ્તારોમાં શી ટિમ અને અભયમની ટીમ તૈનાત રહેશે. તેમજ ગરબાનો સમય પૂર્ણ થાય ત્યારે ટ્રાફિક પોલીસ સેવા આપશે.