અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનવરાત્રિ 2023મધ્ય ગુજરાત

ગુજરાતીઓની ધરોહર ગણાતી ‘નવરાત્રી’ મોડી રાત સુધી શરૂ રાખવાની હર્ષ સંઘવીની જાહેરાત

Text To Speech
  • 12 વાગ્યાની મર્યાદા નાબુદ કરવા ગૃહ મંત્રીનો મૌખિક આદેશ.

ગુજરાતમાં નવલી નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે. આજે ત્રીજું નોરતુ છે. ત્યારે ગરબા રસિકો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. અત્યાર સુધી રાત્રે બાર વાગ્યા સુધી જ ગરબા રમવાની મંજુરી હતી, ત્યારે હવે ગૃહવિભાગે પોલીસને મૌખિક સૂચના આપી છે કે, કોઈ પોલીસ કર્મી રાત્રે બાર વાગ્યા પછી ગરબા બંધ કરાવવા નહીં જાય. હવે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે.

  • ખેલૈયાઓ હવે મન મુકીને મોડા સુધી ગરબા રમી શકશે.

મળતી માહિતી પ્રમાણે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગને મૌખિક આદેશ આપ્યો છે. પોલીસ હવેથી રાત્રે બાર વાગ્યા બાદ ગરબા બંધ કરાવવા નહીં આવે. જેથી ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે. નવરાત્રી પહેલાં પોલીસ તંત્રએ પાર્ટી પ્લોટ સહિતના સ્થળોએ લાઉડ સ્પીકર બાર વાગ્યા બાદ નહીં વગાડવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ગરબાને રાત્રે બાર વાગ્યા બાદ બંધ કરાવવા માટે પોલીસ સોસાયટીઓ અને પાર્ટી પ્લોટ પર પહોંચી જતી હતી. પરંતુ હવે ગરબા રસિકો મોડે સુધી ગરબા રમી શકશે.

અમદાવાદીઓને નવરાત્રીની બીજી ભેટ:

  • નવરાત્રિ પર્વ દરમિયાન મેટ્રો ટ્રેનનો સમય લંબાવાયો

અમદાવાદમાં અત્યારે સવારે 6:20 કલાકથી રાત્રિના 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન સવારે ૬.૨૦ થી સવારે ૭ વાગ્યા સુધી ૨૦ મિનિટનાં અંતરાલ પર તથા સવારે ૭ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન નિશ્ચિત ૧૨ મિનિટનાં અંતરાલ પર મેટ્રો ટ્રેન સેવાઓ કાર્યરત છે. નવરાત્રિ ઉત્સવની ઉજવણીનાં અવસર પર તારીખ ૨૩-૧૦-૨૦૨૩ સુધી સવારે ૬.૨૦ થી મધ્યરાત્રિના ૨ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ઉપલબ્ધ રહેશે.

  • 20 મિનિટના અંતરાલમાં રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ઉપલબ્ધ:

તારીખ ૨૩-૧૦-૨૦૨૩ સુધી મેટ્રો ટ્રેન સેવાઓ સવારે ૬.૨૦ કલાકથી રાત્રિના ૧૦ કલાક દરમિયાન રાબેતા મુજબ ઉપલબ્ધ રહેશે તેમજ રાત્રિના ૧૦ કલાકથી મધ્યરાત્રીના ૨ વાગ્યા સુધી દરેક મેટ્રો સ્ટેશનથી ૨૦ મિનિટનાં અંતરાલ પર ઉપલબ્ધ રહેશે. બંને કોરિડોરમાં દરેક ટર્મિનલ સ્ટેશનથી છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય મધ્યરાત્રિના ૨ વાગ્યાનો રહેશે.

આ પણ વાંચો: નોરતાંના પ્રથમ દિવસે રાજ્યભરમાં હાર્ટ એટેકના 58 કેસ નોંધાયા

Back to top button