નવરાત્રી પર્વ : ડીસાના બજારમાં મંદીનો માહોલ યથાવત


પાલનપુર : દેશભરમાં કોરોના મહામારીને લીધે છેલ્લા બે વર્ષથી નવરાત્રીનો ઉત્સવ ધામધૂમથી ઉજવી શકાયો નથી, પણ આ વખતે નવરાત્રીનું પર્વ ધામધૂમથી ઉજવવા યુવા ધન થનથની રહયુ છે. હવે નવરાત્રી પર્વ આડે ગણતરીના દિવસો જ બાકી રહેતા હોવા છતાં ડીસાની બજારોમાં જોઈ શકાય તેટલો ખરીદીનો માહોલ જોવા મળતો નથી. ડીસા શહેરમાં વેપારીઓએ ગરબા મંડળો માટે નવી નવી વેરાઈટીનો માલ સામાન સજાવટ કરી જથ્થાબંધ લાવી લીધો છે.જેમાં નવરાત્રી માટે મંડપમાં અવનવી વેરાઈટીના મંડપ ડેકોરેશન નવી તૈયારી કરવા માટે જરૂરી આઈટમ બજારોમાં જોવા મળી રહી છે.
ગરબા મંડપના સજાવટ માટે ઝરી ,ઝુમ્મર, વેલ, પટ્ટી, તોરણ ,ફુલ, જુમખા, લાઇટિંગ સીરીઝો ને ઇન્ડિયન વેરાઈટીમાં દીવા,સ્ટાર, નવી વેરાઈટીની નવી લાઇટો વગેરેની ખરીદીમાં હજુ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ નવરાત્રી આડે માત્ર એક જ દિવસ બાકી હોવા છતાં હજુ પણ જોઈએ તેવી ખરીદી નીકળી નથી.