ગુજરાત

ગુજરાતમાં નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ, જાણો આરોગ્ય વિભાગે શું આપી ચેતવણી

Text To Speech
  • ગરબા રમતી વખતે વારંવાર પાણી અથવા લીંબુ પાણી અથવા જ્યુસ પીવો
  • હોસ્પિટલોમાં રાઉન્ડ ધ ક્લોક સેવા માટે તાકીદ કરી છે
  • ગરબા આયોજનના સ્થળે આરોગ્યલક્ષી સેવાઓ તાત્કાલિક મળે તેવી સૂચના

ગુજરાતમાં નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ થયો છે. તેમાં આરોગ્ય વિભાગે ચેતવણી આપી છે. જેમાં ચક્કર-આવે, છાતીમાં ભારેપણું લાગે તો ગરબા રમવાનું બંધ કરવું જોઈએ. ગરબા રમતી વખતે વારંવાર પાણી અથવા લીંબુ પાણી અથવા જ્યુસ પીવો જોઈએ. તથા જે વ્યક્તિને હૃદયરોગની સમસ્યાનો કૌટુંબિક ઈતિહાસ હોય તો શારીરિક તપાસ જરૂરી છે.

આ પણ વાંચો: ગુજરાત: સોશિયલ મીડિયામાં બીભત્સ શબ્દો બોલનાર કિર્તી પટેલ ફરી વિવાદોમાં ફસાઇ 

ગરબા રમતા પહેલાં પેટ ભરીને ખોરાક ના લેવો જોઈએ

ગરબા રમતા પહેલાં પેટ ભરીને ખોરાક ના લેવો જોઈએ અને બને તેટલું જંકફૂડ ન ખાવું જોઇએ. નવરાત્રીપર્વનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ગુજરાતના આરોગ્ય વિભાગે રાસ ગરબાના આયોજનના સ્થળે આરોગ્યલક્ષી સેવાઓ તાત્કાલિક મળી રહે તે માટે તંત્રને સૂચનાઓ આપી છે. ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હૃદય રોગના હુમલામાં મોતની ઘટના સામે આવ્યા બાદ સરકારે હૃદય રોગની સારવાર જલદી આપી શકાય તેવી વ્યવસ્થા અને જરૂરી દવાઓ મેડિકલ ટીમ દ્વારા રાખવા, હોસ્પિટલોમાં રાઉન્ડ ધ ક્લોક સેવા માટે તાકીદ કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સિઝનની શરૂઆતમાં સિંગતેલના ભાવમાં ઘટાડો થતો રહેશે, જાણો કેમ

ગરબા રમતી વખતે વારંવાર પાણી અથવા લીંબુ પાણી અથવા જ્યુસ પીવો

બીજી તરફ તબીબોએ ગરબાના ખેલૈયાઓ માટે સલાહ આપી છે કે, આજથી શરૂ થતાં પર્વમાં જો તમને ગરબા રમતી વખતે ચક્કર આવે, છાતીમાં ભારેપણું લાગે, માથાનો દુખાવો થતો હોય તો તૂર્ત જ ગરબા રમવાનું બંધ કરવું જોઈએ અને જો લક્ષણો વધે તો ડોક્ટર પાસે જવું જોઈએ. તબીબોનું કહેવું છે કે, ડાયાબિટિસ, બ્લડ પ્રેશર, હૃદયની સમસ્યા હોય તો લાંબા સમય સુધી ગરબા ટાળવા જોઈએ, જો રેગ્યુલર કસરત ન કરતાં હોવ, 40 વર્ષથી વધુની વય હોય, બીપી, ડાયાબિટિસ અથવા ધુમ્રપાન અને હૃદયની સમસ્યાનો કૌટુંબિક ઈતિહાસ હોય તો ગરબા રમતાં પહેલાં હૃદયની તપાસ ચોક્કસ કરાવી લેવી જોઈએ. ગરબા રમતી વખતે વારંવાર પાણી અથવા લીંબુ પાણી અથવા જ્યુસ પીવો જોઈએ. ગરબા રમતા પહેલાં પેટ ભરીને ખોરાક ના લેવો જોઈએ અને બને તેટલું જંકફૂડ ન ખાવું જોઈએ.

Back to top button