કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન

  • શહેરના ચાર ઝોનમાં આયોજિત મહોત્સવમાં હજારો ખેલૈયાઓ મન મૂકીને રમશે ગરબે
  • ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજ્યભરમાં 30થી વધુ સ્થળે યોજાશે નવરાત્રિ મહોત્સવ

રાજકોટ : તારીખ 15 ઓક્ટોબરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાજકોટના કાગવડ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા શહેરના અલગ-અલગ ચાર ઝોનમાં નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, વિશાળ મેદાન, લાઈટીંગ, બહેનોની સંપૂર્ણ સુરક્ષા અને પારિવારિક માહોલમાં આ નવરાત્રિ મહોત્સવ યોજાશે. તારીખ 15થી  24 ઓક્ટોબર સુધી યોજાનારા આ નવરાત્રિ મહોત્સવમાં દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવનારા ગાયક કલાકારો રાસ-ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ગરબે રમાડશે.

khodaldham trust navratri 2-HDNEWS

ખોડલધામ નવરાત્રિ મહોત્સવની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનો-દીકરીઓ-ભાઈઓ પારિવારિક માહોલમાં સુરક્ષિત રીતે ગરબે રમી શકે તે માટે સિક્યુરીટી, સીસીટીવી કેમેરા, વિશાળ પાર્કિંગ ઉપરાંત સ્વયંસેવકોની પણ મોટી સંખ્યામાં વ્યવસ્થા કરાઈ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને મેડિકલ ઓફિસર તથા નર્સિંગ સ્ટાફ સાથે એમ્બ્યૂલન્સ પણ તૈનાત રાખવામાં આવશે તેમજ મેડિકલ વોરિયર્સ તરીકે સ્વયંસેવકો જરૂર પડ્યે કઈપણ ઈમરજન્સી ઉભી થાય તેવા સંજોગોમાં સીપીઆર પદ્ધતિથી દર્દીને રાહત મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

શહેરના ચાર ઝોનમાં નવરાત્રી મહોત્સવનું આયોજન

ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન દ્વારા કણકોટ રોડ કોર્નર સ્પીડવેલ પાર્ટી પ્લોટવાળા નવા 150 ફૂટ રિંગ રોડ પર પરસાણા ચોક ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીંગર દેવ ભટ્ટ, અમી ગોસાઈ, જય દવે, મીલન ગોહીલ (પ્રસ્તુત ઓરકેસ્ટ્રા મેગા સ્ટાર), એન્કર મીરા દોશી મણીયાર અને બ્રધર્સ બીટ્સ (ચીના ઉસ્તાદ) જોડાશે અને રાસ-ગરબાની રમઝટ બોલાવશે.

જ્યારે વેસ્ટ ઝોન દ્વારા મવડીના 80 ફૂટ રોડ પર સર્વોદય સ્કૂલની સામે અમૃત વાટીકા ખાતે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીંગર માર્ગી પટેલ, રાજેશ આહીર, શિવાલી ગોહેલ અને પ્રવિણ બારોટ અને એન્કર તરીકે આરજે જય જોડાશે અને રાસ-ગરબાની રમઝટ બોલાવશે.

સાઉથ ઝોન દ્વારા ભક્તિનગર સર્કલ પાસે 80 ફૂટ રોડ પર આવેલી શ્રી પી એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલ ખાતે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિંગર કાસમ બાગડવા, પૂર્ણિમા કુશારી, રોશની ઘાવરી, રવિ સાનિયા (રોયલ ઓરકેસ્ટ્રા), રીંકલ પટેલ (જય રામદેવ સાઉન્ડ) અને એન્કર નિરાલી લીંબાસીયા ખેલૈયાઓને ગરબે રમાડશે. તો ઈસ્ટ ઝોન દ્વારા કુવાડવા રોડ પર આવેલા કાવતિક પાર્ટી પ્લોટ ખાતે મહોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે.

30થી વધુ સ્થળોએ નવરાત્રી મહોત્સવ યોજાશે 

રાજકોટ શહરે ઉપરાંત રાજ્યભરમાં 30થી વધુ સ્થળે ખોડલધામ નવરાવિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, સરુત, વડોદરા, જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, ધોરાજી, સાબરકાંઠા, ગોંડલ, સોમનાથ, ઊના, ગીર ગઢડા સહિતના શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ જુઓ :ગુજરાત: નવરાત્રીમાં આશાપુરા માતાજીના દર્શન કરવાનો જાણો મહિમા

Back to top button