ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનવરાત્રિ-2024

નવરાત્રી 2024: સુરતમાં મહિલા ડોક્ટર રેપ કેસના વિરોધમાં આંખો પર પટ્ટી બાંધીને સ્કેટિંગ પર રમ્યા ગરબા

સુરત, 8 ઓકટોબર, આદ્યશક્તિ મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો રંગ જામી રહ્યો છે. શહેરમાં કોમર્શિયલથી માંડી શેરી ગરબાઓની ઝાંખીઓ જોવા મળે છે. જેમાં ખેલૈયાઓ ગરબાના અનેક સ્ટેપ કરતા જોવા મળે છે. પરંતુ શું તમે સાંભળ્યું છે કે સ્કેટિંગ પર ગરબા થઈ શકે ? આંખ પર કાળી પટ્ટી બાંધીને સુરતના ખેલૈયાઓ સ્કેટિંગ પર દિલધડક ગરબા રમી રહ્યા છે. મહિનાની મહેનત બાદ આખરે ખેલૈયાઓ સૌથી મુશ્કેલ કહી શકાય એવા સ્કેટિંગ ગરબા રમી શકાતા હોય છે. સુરતમાં એક ખાનગી ડાન્સ ક્લાસ દ્વારા ખેલૈયાઓને સ્કેટિંગ પર ગરબા રમતા શીખવી રહ્યા છે અને ત્રણ તાળી, દોઢિયા, કેડિયું કે ઘુમ્મર જેવા બધા જ ગરબા સ્કેટિંગ પર રમવાનું શક્ય બનાવ્યું છે. આ વર્ષે પશ્ચિમ બંગાળના કોલકાતામાં આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડોક્ટર પર થયેલા રેપ કેસને લઈને આંખો પર કાળી પટ્ટી બાંધી ગરબા કર્યા હતા.

ગુજરાતનો સૌથી લોકપ્રિય તહેવાર નવરાત્રિમાં ખેલૈયાઓ ધામધૂમપૂર્વક ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે સુરતના એક ગરબા ક્લાસમાં એકદમ અનોખા જ ગરબા રમવાનું શીખી લીધું છે. આંખ પર કાળી પટ્ટી, હાથમાં દાંડિયા અને પગમાં સ્કેટિંગના કોમ્બિનેશન સાથે સુરતના ખેલૈયાઓ આ વર્ષે નવરાત્રીમાં સ્કેટિંગ ગરબા રમવા માટે તૈયાર થયાં છે. અત્યાર સુધી આ પ્રકારના ગરબા લોકોને પોતાની આગવી સ્ટાઇલમાં રમતા જોયા હતા, પરંતુ આ જ બધાં સ્ટેપ સ્કેટિંગ પર પણ શક્ય બનશે એ વિચારતા જ અશક્ય જેવું લાગતું હતું, પરંતુ સુરતના એક ગરબા ક્લાસ દ્વારા એ શક્ય કરી બતાવ્યું છે.

સુરતના ઘોડદોડ વિસ્તારમાં આવેલું MDA ખેલૈયા ગ્રુપ દ્વારા અથાગ પ્રયાસો કરીને સ્કેટિંગ પર ગરબાનાં તમામ સ્ટેપ શીખ્યા છે અને આ વર્ષે સ્કેટિંગ પર આંખો પર પટ્ટી બાંધી સંપૂર્ણ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ એકસાથે એકસરખા સ્ટેપથી સ્કેટિંગ પર આગળ પણ જઈ રહ્યા છે, પાછળ પણ આવી રહ્યા છે અને ઘુમ્મર પણ લગાવી રહ્યા છે. ખેલૈયાઓની આ પ્રકારે રમવાની તૈયારીને ખૂબ જ આશ્ચર્ય પમાડે એમ છે. લોકો વિશ્વાસ કરી નથી શકતા કે સ્કેટિંગ ઉપર આટલા સરસ ગરબા પણ રમી શકાય છે. સ્કેટિંગ ગરબા માત્ર અહીંના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર નથી પરંતુ વિદેશમાં પણ લોકો આ ગરબાને જોઈ સ્ટેન્ડિંગ ઓવેશનમાં આવી જાય છે.

100 બાળકોએ આંખે પટ્ટી બાંધી ગરબા રમ્યાં
સ્કેટિંગ પર ખેલૈયાઓને ગરબે ઘૂમતા શીખવનાર મીના મોદીએ જણાવ્યું હતું કે, આ પ્રકારે ગરબા શીખવા પહેલા સ્કેટિંગ શીખવું પડે છે. આ માત્ર થોડા મહિનાઓમાં આવડી જાય એવી પ્રેક્ટિસ નથી. આ શીખવા માટે ઘણાં વર્ષો લાગે છે. આ કરવું ખૂબ જ મુશ્કેલ છે. અમારા ક્લાસમાં સૌથી વધુ બાળકો સ્કેટિંગ પર ગરબા કરી રહ્યા છે. દર વર્ષે એક નવા સ્ટેપ સાથે ગરબા કરવામાં આવે છે. આ વર્ષે તમામ બાળકોએ ડોક્ટર પર થયેલા રેપ ને લઈને આંખો પર પટ્ટી બાંધીને ગરબા કર્યા હતા. અહીં આ બાળકો એક વર્ષથી આ અંગે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યારે આંખો પર પટ્ટી બાંધીને અને સ્કેટિંગ પર ગરબા કરી શકે છે. હું છેલ્લા 30 વર્ષથી સ્કેટિંગ પર ગરબા શીખવી રહી છું. 100 જેટલા બાળકો દ્વારા આ આંખો પર પટ્ટી બાંધીને ગરબા કરવામાં આવે છે.

આ પણ વાંચો..શ્રી ખોડલધામઃ મનો દિવ્યાંગ બાળકો ગરબે ઘૂમ્યા, પૂર્વ સીએમ વિજય રૂપાણી, ધારાસભ્ય દર્શિતાબહેન હાજર રહ્યાં

Back to top button