ટ્રેન્ડિંગધર્મનવરાત્રિ 2023

નવરાત્રિ 2023: ગ્રહણ પૂર્ણ થયાના થોડા કલાકોમાં થશે કળશ સ્થાપના

Text To Speech
  • નવરાત્રિના પર્વનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.
  • આ વર્ષે નવરાત્રિ સૂર્યગ્રહણની છાયામાં શરૂ થઇ રહી છે.
  • સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરની રાતે 8.34 પર શરૂ થશે

માં શક્તિની ઉપાસનાનું પર્વ શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરના રોજ શરૂ થઇ જશે. આ વર્ષે નવરાત્રિ ગ્રહણની છાયામાં શરૂ થશે. ગ્રહણ ખતમ થયાના થોડા કલાકો બાદ કળશ સ્થાપના કરવામાં આવશે. નવરાત્રિમાં નવ દિવસ સુધી માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે માં દુર્ગાની ઉપાસના કરવાથી સુખ-સમૃદ્ધિ અને શાંતિનું આગમન થાય છે.

સૂર્યગ્રહણ પૂર્ણ થયાના થોડા કલાકો બાદ ઘટસ્થાપના

ભારતમાં સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરની રાતે 8.34 પર શરૂ થશે અને 15 ઓક્ટોબરની સવારે 2.25 વાગ્યે પૂર્ણ થશે. આ દિવસે જ ઘટસ્થાપના કરવામાં આવશે.

નવરાત્રિ 2023: ગ્રહણ ખતમ થયાના થોડા કલાકોમાં થશે કળશ સ્થાપના hum dekhenge news

શારદીય નવરાત્રી 2023 કળશ સ્થાપના મુહૂર્ત

નવરાત્રિના પહેલા દિવસથી જ કળશ સ્થાપના અથવા ઘટસ્થાપનથી નવદુર્ગા પૂજા અને નવરાત્રી ઉપવાસ શરૂ થાય છે. શારદીય નવરાત્રમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. સામાન્ય રીતે નવરાત્રી 9 કે 10 દિવસની હોય છે. નવરાત્રીના પ્રથમ દિવસે અને અષ્ટમીના દિવસે મોટાભાગના લોકો ઉપવાસ રાખે છે, જ્યારે ઉપવાસ 9 દિવસ સુધી પણ રાખવામાં આવે છે. શારદીય નવરાત્રીની દશમ તિથિએ વિજયાદશમી અને દશેરા ઉજવવામાં આવે છે. આ વર્ષે આસો મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 14 ઓક્ટોબર શનિવારના રોજ રાત્રે 11.24 કલાકથી શરૂ થઈ રહી છે અને આ તિથિ 15 ઓક્ટોબર રવિવારે બપોરે 12.32 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિને જોતાં શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબર રવિવારથી શરૂ થશે. શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે કળશ સ્થાપનનું શુભ મુહૂર્ત સવારે 11.44 થી બપોરે 12.30 સુધીનો છે. ઘટસ્થાપન માટે તમને 46 મિનિટ મળશે.

કળશ સ્થાપના કરવામાં રાખો આ વાતોનું ધ્યાન

નવરાત્રિના પ્રારંભે સૂર્યગ્રહણ હોવાથી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે

  • આ દિવસે અમૃત કાળમાં જાગી જાવ અને ઘરની સાફ-સફાઇ કરો.
  • આ દિવસે આખા ઘરમાં ગંગાજળ છાંટો
  • સ્નાન કરીને તુલસીના છોડ પર ગંગાજળ છાંટો
  • તલ અને ચણાની દાળનું આ દિવસે જ દાન કરો
  • વિધિ વિધાનપૂર્વક કળશ સ્થાપના કરો

આ પણ વાંચોઃ નવરાત્રિમાં 30 વર્ષ બાદ બનશે દુર્લભ સંયોગઃ પાંચ રાશિઓને થશે ધનલાભ

Back to top button