ટ્રેન્ડિંગધર્મનવરાત્રિ 2023

નવરાત્રિ 2023નું કાઉન્ટ ડાઉન શરૂઃ જાણો ઘટસ્થાપનાના મુહૂર્ત

  • શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે કળશ સ્થાપનનું શુભ મુહૂર્ત સવારે 11.44 થી બપોરે 12.30 સુધીનો છે. ઘટસ્થાપન માટે તમને 46 મિનિટ મળશે.

હિંદુ પંચાગ અનુસાર આસો મહિનાના શુક્લ પક્ષની નવરાત્રિ 14 ઓક્ટોબરે રાતે 11.24 વાગ્યાથી શરૂ થશે. 15 ઓક્ટોબર, રવિવારથી નવરાત્રિના નવ દિવસની શરૂઆત થશે. શારદીય નવરાત્રિના પ્રારંભના દિવસે ચિત્રા નક્ષત્ર અને સ્વાતિ નક્ષત્રનું નિર્માણ થવાનું છે. તે શુભ કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

શારદીય નવરાત્રિ 2023નું કેલેન્ડર

15 ઓક્ટોબર , પહેલુ નોરતુઃ માં શૈલપુત્રીની પૂજા
16 ઓક્ટોબર, બીજુ નોરતુઃ માં બ્રહ્મચારિણીની પૂજા
17 ઓક્ટોબર, ત્રીજુ નોરતુઃ માં ચંદ્રઘટાની પૂજા
18 ઓક્ટોબર, ચોથુ નોરતુઃ માં કુષ્માંડાની પૂજા
19 ઓક્ટોબર, પાંચમું નોરતુઃ માં સ્કંદમાતાની પૂજા
20 ઓક્ટોબર, છઠ્ઠુ નોરતુઃ માં કાત્યાયનીની ઉપાસના
21 ઓક્ટોબર, સાતમુ નોરતુઃ માં કાલરાત્રિની પૂજા
22 ઓક્ટોબર, આઠમું નોરતુઃ માં સિદ્ધિદાત્રીની પૂજા
23 ઓક્ટોબર, નવમું નોરતુઃ માં મહાગૌરીની પૂજા

નવરાત્રિ 2023નું કાઉન્ટ ડાઉન શરૂઃ જાણો ઘટસ્થાપનાના મુહૂર્ત hum dekhenge news

શારદીય નવરાત્રી 2023 કળશ સ્થાપના મુહૂર્ત

નવરાત્રિના પહેલા દિવસથી જ કળશ સ્થાપના અથવા ઘટસ્થાપનથી નવદુર્ગા પૂજા અને નવરાત્રી ઉપવાસ શરૂ થાય છે. શારદીય નવરાત્રમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. સામાન્ય રીતે નવરાત્રી 9 કે 10 દિવસની હોય છે. નવરાત્રીના પ્રથમ દિવસે અને અષ્ટમીના દિવસે મોટાભાગના લોકો ઉપવાસ રાખે છે, જ્યારે ઉપવાસ 9 દિવસ સુધી પણ રાખવામાં આવે છે. શારદીય નવરાત્રીની દશમ તિથિએ વિજયાદશમી અને દશેરા ઉજવવામાં આવે છે. આ વર્ષે આસો મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 14 ઓક્ટોબર શનિવારના રોજ રાત્રે 11.24 કલાકથી શરૂ થઈ રહી છે અને આ તિથિ 15 ઓક્ટોબર રવિવારે બપોરે 12.32 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિને જોતા શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબર રવિવારથી શરૂ થશે. શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે કળશ સ્થાપનનું શુભ મુહૂર્ત સવારે 11.44 થી બપોરે 12.30 સુધીનો છે. ઘટસ્થાપન માટે તમને 46 મિનિટ મળશે.

શું છે અષ્ટમી અને મહાનવમીનું મહત્ત્વ

આ વર્ષે શારદીય નવરાત્રીની અષ્ટમી 22 ઓક્ટોબરે છે. તે દિવસે મહાગૌરીની પૂજા કર્યા બાદ કન્યાઓની પૂજા કરવામાં આવે છે અને હવન કરવામાં આવે છે. 23 ઓક્ટોબર સોમવારે મહાનવમી છે.  અષ્ટમી તિથિ જેને મહાષ્ટમી અથવા મહા દુર્ગાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે.  નવમી અથવા મહાનવમી તિથિએ દેવી દુર્ગાએ રાક્ષસ મહિષાસુરનો વધ કર્યો હતો.

નવરાત્રિ 2023નું કાઉન્ટ ડાઉન શરૂઃ જાણો ઘટસ્થાપનાના મુહૂર્ત hum dekhenge news

વિજયાદશમી 2023 (દશેરા)

24 ઓક્ટોબર, મંગળવારે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવશે. તે દિવસે નવરાત્રી પારણા સાથે સમાપ્ત થશે. દશેરા 24 ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે. સમગ્ર દેશમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવશે. આ દિવસે લોકો શસ્ત્ર પૂજા, વાહન પૂજા પણ કરતા હોય છે.

આ પણ વાંચોઃ પિતૃઓને નારાજ ન કરવા હોય તો પિતૃ પક્ષમાં આ ખોરાકથી દૂર જ રહેજો

Back to top button