ટ્રેન્ડિંગધર્મનવરાત્રિ 2023

નવરાત્રિ 2023: સળગતી ઇંઢોણી અને હાથમાં મસાલ સાથે ગરબે રમવાની અનોખી પરંપરા

  • આ અનોખા ગરબામાં નાની બાળાઓ હાથમાં સળગતી મશાલ અને માથા ઉપર સળગતી ઇંઢોણી લઈને ગરબા રમે છે. હાલમાં આ બાળાઓ સળગતા ગરબાની પ્રેક્ટિસ કરી રહી છે.

Navratri 2023: નવરાત્રિનો પાવન પર્વ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. ગરબાના આ તહેવારમાં ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવવા આતુર છે. કેટલાય દિવસોથી ગરબાની પ્રેક્ટિસ ચાલી રહી છે. રાજકોટ શહેરમાં છેલ્લા 16 વર્ષથી એક અનોખા ગરબા રમાઇ રહ્યા છે. આ અનોખા ગરબામાં કુંવારિકાઓ હાથમાં સળગતી મશાલ અને માથા ઉપર સળગતી ઇંઢોણી લઈને ગરબા રમે છે. હાલમાં આ બાળાઓ સળગતા ગરબાની પ્રેક્ટિસ કરી રહી છે.

રાજકોટ શહેરના અર્વાચીન રાસોત્સવની ઝાકઝમાળ વચ્ચે પણ પ્રાચીન ગરબીનું મહત્ત્વ અકબંધ છે. છેલ્લા 16 વર્ષથી ચાલતા આ ગરબા જોવા માટે આખા ગુજરાતમાંથી લોકો ઉમટી પડે છે. નવરાત્રિના નવે નવ દિવસ અહીં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીની આરાધનામાં લીન બનીને ગરબે ઘૂમતી દિકરીઓને જોવા માટે આવે છે. આ રાસ રાજકોટ શહેરના મવડી ચોક ખાતે યોજાય છે. વર્ષોથી સળગતી ઇંઢોણીના ગરબાએ અહીં અનોખુ આકર્ષણ જમાવ્યુ છે.

નવરાત્રિ 2023: સળગતી ઇંઢોણી અને હાથમાં મસાલ સાથે ગરબે રમે છે રાજકોટની દીકરીઓ Hum dekhenge news

નવરાત્રિ અગાઉ છ-સાત વખત પ્રેક્ટિસ

આ સળગતી ઈંઢોણીના રાસમાં આ દિકરીઓના બંને હાથમાં આગથી સળગતી મશાલ હોય છે અને  માથા પર આગથી સળગતો ગરબો હોય છે. આ અનોખા રાસની પ્રેક્ટિસ નવરાત્રિ અગાઉ જ કરવામાં આવતી હોય છે. શ્રાવણ મહિનો પૂર્ણ થતાની સાથે જ આ ગરબા આયોજકો દ્વારા બાળાઓ પાસે સળગતી ઈંઢોણીના રાસની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. બજરંગ ગરબી મંડળ દ્વારા દર વર્ષે આ અનોખા રાસનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રી અગાઉ આ અનોખા ગરબાની પ્રેક્ટિસ છથી સાત વખત કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન લગભગ ચાર વખત આ રાસ લેવામાં આવે છે.

આ સળગતી ઈંઢોણીનો રાસ લેતી કુંવારિકાઓ જણાવે છે કે તેમને માતાજી પર અપાર શ્રદ્ધા છે. તેઓને દાઝવાની બિલકુલ બીક લાગતી નથી. તેઓ પોતાની મરજીથી જ આ રાસમાં જોડાય છે. તો ગરબા આયોજકો દ્વારા પણ આ સળગતી ઈંઢોણીના રાસમાં જોડાનાર બાળાઓની વાલીઓ પાસે મંજૂરી લેવામાં આવે છે અને તેમની સહમતી બાદ જ આ રાસમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવે છે. આ રાસની વિશેષતા એ છે કે માત્ર છ બાળાઓ પોતાના માથે સળગતી ઇંઢોણી મુકીને ગરબે ઘૂમે છે. આ ગરબી મંડળની બાળાઓ સતત 20 મિનિટ સુધી આગને પોતાના મસ્તક પર ધારણ કરે છે. ખરેખર માતાજીના આશીર્વાદ વગર આ ગરબા લેવા શક્ય લાગતા નથી.

આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિ બંને એકબીજાથી કેમ છે અલગ?

Back to top button