ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નવોઢાએ મતદાન કર્યા વિના સાસરે જવાનો કર્યો ઈનકારઃ જાણો બીજા તબક્કાના મતદાનના રસપ્રદ કિસ્સા

HD ન્યૂઝ ડેસ્ક, 26 એપ્રિલ: દેશના 13 રાજ્યોમાં ચૂંટણીના બીજા તબક્કામાં આજે 88 બેઠકો પર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન કરવામાં આવ્યું હતું. મતદાનને લઈને લોકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળ્યો હતો. કટિહાર સંસદીય મતવિસ્તારમાં એક રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, અહીં એક કન્યાએ વિદાય પહેલા મતદાન કરવા મતદાન મથક પર પહોંચી હતી. કન્યા શ્વેતા ચંદ્રવંશી કટિહાર લોકસભા મતવિસ્તારમાં લગ્ન મંડપમાંથી બહાર નીકળી અને સીધા મતદાન મથક પહોંચી હતી અને વિદાય આપતા પહેલા પોતાનો મત આપ્યો હતો.

શ્વેતાએ જણાવ્યું કે સાસરે ન જવાનો તેમનો આગ્રહ એટલા માટે હતો કારણ કે મેં કહ્યું હતું – પહેલા હું મતદાન કરીશ અને પછી હું મારા સાસરે જઈશ. પહેલા તબક્કામાં પણ લોકશાહીની ઘણી એવી સુંદર તસવીરો પ્રકાશમાં આવી હતી જ્યાં નવવિવાહિત યુગલો મતદાન કરવા મતદાન મથકો પર પહોંચ્યા હતા.

આ પણ વાંચો: ‘મણિપુરમાં લોકશાહી થઇ હાઇજેક, સુરક્ષા દળોની સામે NDA માટે બળજબરીથી વોટ નાખવામાં આવી રહ્યા છે’ : કોંગ્રેસનો મોટો આરોપ

વરરાજા લગ્ન માટે તૈયાર થઈને મતદાન કરવા પહોંચ્યા

લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાના મતદાન દરમિયાન મહારાષ્ટ્રના અમરાવતીના એક મતદાન મથકેથી રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવકે પોતાના લગ્નના દિવસે મતદાન કરવા માટે સમય કાઢીને મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યો હતો. મતદાન કર્યા બાદ યુવકે લોકોને મત આપવા માટે પ્રેરિત પણ કર્યા હતા. તેમની સાથે વરરાજાના પરિવારના સભ્યો પણ હાજર હતા.

 

મતદાન કર્યા બાદ આકાશે કહ્યું કે, ‘બંને વસ્તુઓ જરૂરી છે, પરંતુ તેને સાંજે લગ્ન હોવાથી વોટ કરવાનો સમય ન મળોત એટલે તે સવારે મતદાન કરવા આવી ગયો.’

94 વર્ષના દાદીએ પણ કર્યું મતદાન

હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરમાં 94 વર્ષીય દાદી પણ મતદાન કરવા પહોંચ્યા હતા.

 

ચૂંટણી પંચે 85 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ઘરેથી જ મતદાનની સુવિધા આપી છે, પરંતુ મણિપુરમાં હિંસાને કારણે હજારો પરિવારો પ્રભાવિત થયા છે અને મોટી સંખ્યામાં લોકો સરકાર દ્વારા ચલાવવામાં આવતા અસ્થાયી શિબિરોમાં રહે છે. આવી સ્થિતિમાં ઘરે બેઠા મતદાનની સુવિધા આપવી શક્ય ન હતી. 19 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન મણિપુરમાં હિંસા થઈ હતી. 11 મતદાન મથકો પર પુનઃ મતદાન કરાવવાનું હતું.

બીજા તબક્કામાં 88 બેઠકો પર મતદાન

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં કુલ 88 બેઠકો પર મતદાન થયું છે. અગાઉ 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્યપ્રદેશના બેતુલમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારનું અવસાન થતાં અહીં ત્રીજા તબક્કામાં મતદાન થશે.

આ પણ વાંચો: જાણો PM મોદીના નિવેદન પર નોટિસ જારી કરી શકનાર ચૂંટણી પંચ કેટલું શક્તિશાળી છે?

Back to top button