નવજોત સિંહ સિદ્ધુ ભાજપમાં પરત ફરી શકે છે, તો યુવરાજ સિંહ પણ સની દેઓલનુ સ્થાન લઈ શકે છે
પંજાબ, 21 ફેબ્રુઆરી : નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) ફરી એકવાર ભાજપમાં પાછા આવી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ સાથેના તેમના સંબંધો વણસેલા છે. તેઓ પાર્ટીમાં સાઇડલાઇન થયાની લાગણી અનુભવી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ભાજપ સાથે તેમની વાતચીત ચાલુ છે. ભાજપ તેમને લોકસભા ચૂંટણી(loksbha elction) માટે ટિકિટ આપી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવી રહેલા સિદ્ધુ આ દિવસોમાં થોડા નરમ પડયા છે. તેઓ ટૂંક સમયમાં ભાજપમાં પરત ફરી શકે છે.
સિદ્ધુ રાહુલ અને પ્રિયંકાની નજીક છે
નવજોત સિંહ સિદ્ધુની ગણતરી રાહુલ ગાંધી(Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધીની(Priyanka Gandhi) નજીકના લોકોમાં થાય છે. પંજાબમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન સિદ્ધુ અને કોંગ્રેસ હાઈકમાન્ડ(Congress High Command) વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. રાહુલ અને પ્રિયંકા સાથે ગાઢ સંબંધો હોવા છતાં સિદ્ધુને પંજાબ કોંગ્રેસનો સાથ મળ્યો નથી. ત્યારથી તેઓ કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ હતા. ભાજપના નેતાઓએ પણ પુષ્ટિ કરી છે કે સિદ્ધુ ભાજપના સંપર્કમાં છે અને લોકસભાની ચૂંટણી અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. બીજેપી સિદ્ધુને અમૃતસરથી(Amritsar) ચૂંટણીમાં ઉતારી શકે છે.
યુવરાજ સિંહ ભાજપમાં જોડાશે?
પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના(Former cricketer Yuvraj Singh) ભાજપમાં જોડાવાની ઘણી અટકળો ચાલી રહી છે. ભાજપ તેમને પંજાબના ગુરદાસપુરથી(Gurdaspur) મેદાનમાં ઉતારી શકે છે. સની દેઓલ(Sunny Deol) ગુરદાસપુરથી સાંસદ છે. તાજેતરમાં ગુરદાસપુરમાં તેના ગુમ થવા અંગેના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. સંસદમાં પણ તેમની હાજરી ઘણી ઓછી રહી છે. સૂત્રોનું કહેવું છે કે બીજેપી ગુરદાસપુરથી નવા ચહેરાની શોધમાં હતી. યુવરાજ સિંહના નામને લઈને પાર્ટીમાં ઘણી ચર્ચા ચાલી રહી છે. આ પહેલા ભાજપે અહીંથી વિનોદ ખન્નાને પણ મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પરથી લાંબા સમયથી માત્ર સેલિબ્રિટી જ ચૂંટણી જીતી રહ્યા છે.