- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવભારત સાહિત્ય મંદિરના આ પ્રશંસનીય કાર્ય બદલ અભિનંદન આપ્યા.
- પુસ્તક મેળામાં વિવિધ વિષયોનાં 25,000થી પણ વધુ પુસ્તકોનો ખજાનો ઉપલબ્ધ.
અમદાવાદ: પુસ્તક પ્રેમીઓ માટે સારા સમાચાર, અમદાવાદના સી.જી. રોડ પર આવેલા સુશીલાબેન રતિલાલ હોલ ખાતે નવભારત સાહિત્ય મંદિર દ્વારા ‘કલમનો કાર્નિવલ’ પુસ્તક મેળાનું આયોજન કરાયું છે. આ પુસ્તક મેળો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુસ્તક પ્રદર્શનને નિહાળ્યું હતું અને ત્યાં ઉપસ્થિત વિવિધ લેખકો સાથે વાર્તાલાપ કર્યો હતો.
25,000થી પણ વધુ પુસ્તકો ઉપલબ્ધ:
નવભારત સાહિત્ય મંદિર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે. 4 થી 20 ઓગસ્ટ, 2023 સુધી ચાલનારા આ પુસ્તક મેળામાં વિવિધ વિષયો જેવા કે, ઈતિહાસ, પૌરાણિક કથા, આધ્યાત્મિક, ધર્મ, સસ્પેન્સ, ડ્રામા, હૉરર, સેલ્ફ-હેલ્પ, મેનેજમેન્ટ, પ્રેરક, ઇતિહાસ વગેરેના 25,000થી પણ વધુ પુસ્તકોનો સમાવેશ છે. આ ઉપરાંત પુસ્તકો અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં ઉપલબ્ધ છે.
અમદાવાદ ખાતે નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજિત 'કલમનો કાર્નિવલ' પુસ્તક મેળાનો શુભારંભ કરાવ્યો અને ત્યાં ઉપસ્થિત લેખકો સાથે વાર્તાલાપ કર્યો. પુસ્તકો વ્યક્તિના શ્રેષ્ઠ મિત્ર છે. સારુ વાંચન વ્યક્તિની દ્રષ્ટિ વિકસાવે છે, તેના વિચારોને પરિપક્વ બનાવે છે. આ પ્રકારના પુસ્તક મેળાઓનું… pic.twitter.com/nEuc146nW2
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 4, 2023
‘કલમનો કાર્નિવલ’ પુસ્તક મેળામાં ધારાસભ્ય અમિતભાઇ શાહ અને સાહિત્યકારો, લેખકો, પત્રકારો તથા મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: જૂનાગઢ જિલ્લામાં વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરાર્યો શરુ