ટ્રેન્ડિંગવિશેષ

કુદરત પોતે જ તિરંગાને પ્રદર્શિત કર્યો, કોણે ક્લિક કર્યો આ ફોટો ?

દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે અમૃત મહોત્સવની ઉજવણી ધામધૂમથી ચાલી રહી છે. આ સમયે સોશિયલ મીડિયા પર એક ફોટો ઝડપથી વાયરલ થયો છે. જેમાં રાષ્ટ્રધ્વજ તિરંગો સમુદ્રના કિનારા પર જોવા મળી રહ્યો છે. આ ફોટો MyGovIndia એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

MyGovIndia પર આ ફોટો પોસ્ટ કરતા લખ્યુ કે,આ અદ્ભુત તસવીર સંજીવ કુમારે પોતાના કેમેરામાં કેદ કરી છે, પરંતુ બીજી તરફ જો પોસ્ટ પરની કોમેન્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો આ તસવીર અમૃત દાસની હોવાનું કહેવાય છે. જેને ટ્વિટર પર પોતે ફોટો લીધો હોવાનો દાવો કર્યો છે.

‘માય ગો ઈન્ડિયા’ તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે, ‘આપણું ગૌરવ, આપણો ત્રિરંગો. કુદરત પોતે જ તિરંગાને પ્રદર્શિત કરી રહી હોય તેવુ આ દ્રશ્ય છે.

ત્રિરંગો દરેક આકારમાં આપણું ગૌરવ છે, પરંતુ જ્યારે કુદરત આ ત્રિરંગાના ચિત્રને તેની પેન્સિલથી કોતરે છે, ત્યારે માત્ર જોનારની આંખો જ નહીં પરંતુ હૃદય પણ ભીનું થઈ જાય છે. જ્યારે કુદરતે બનાવેલા ત્રિરંગાની આવી તસવીર સોશિયલ મીડિયા પર લોકોની સામે આવી તો તેણે બધાનું દિલ જીતી લીધું.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશનો સૌથી મોટો LuLu મોલ થયો Open, કેમ આ મોલ આપે છે સૌથી સસ્તો સામાન ?

Back to top button