ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

પ્રાકૃતિક કૃષિ મિશન ત્યારે જ સફળ થશે, જ્યારે મહિલાઓ જોડાશે : રાજ્યપાલ

  • પ્રાકૃતિક કૃષિનું મિશન ત્યારે જ સફળ થશે, જ્યારે મહિલાઓ જોડાશે
  • આગામી બે વર્ષમાં ગુજરાતને ઝેરમુક્ત ખેતી કરતું રાજ્ય બનાવવું છે
  • રાજભવનમાં પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, આણંદ અને ખેડાની બહેનોએ ભાગ લીધો

ગાંધીનગર, 29 નવેમ્બર: ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ સંયોજક મંડળના સંયુક્ત ઉપક્રમે રાજભવનમાં મહર્ષિ દયાનંદ સભામંડપમાં પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, આણંદ અને ખેડાની ખેતીવાડી અને પશુપાલન સાથે સંકળાયેલી બહેનોએ ભાગ લીધો હતો.

રાજભવનમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મહિલાઓને સંભોધતા કહ્યું કે, પ્રાકૃતિક કૃષિનું મિશન ત્યારે જ સફળ થશે જ્યારે મહિલાઓ તેમાં જોડાશે. બહેનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને સમગ્ર ગુજરાત પ્રદેશને પ્રાકૃતિક પ્રદેશ બનાવવા તેનું નેતૃત્વ લેવા નારીઓને અનુરોધ કર્યો હતો.આગામી બે વર્ષમાં સમગ્ર ગુજરાતને ઝેરમુક્ત ખેતી કરતું રાજ્ય બનવવા માટે બહેનો આગળ આવે.

પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદ-humdekhengenews

 

પ્રાકૃતિક કૃષિમાં આચ્છાદનનું વિશેષ મહત્વ છે. ધરતીનું તાપમાન ૩૦-૩૫ ડિગ્રી થાય તો તેનું ઓર્ગેનિક કાર્બન ઊડી જાય છે. રાસાયણિક ખાતરના બેફામ ઉપયોગથી જમીન વેરાન થઈ ગઈ છે. જમીનમાં રહેતા અળસિયા અને મિત્ર કીટક પણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધુંધ ઉપયોગથી નષ્ટ થયા છે.ધરતીની ફળદ્રુપતા પાછી લાવવા પ્રાકૃતિક ખેતી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ગોબર ગૌમૂત્રથી થતી પ્રાકૃતિક ખેતીથી મિત્રજીવોની સંખ્યા વધે છે પરિણામે ધરતીની ફળદ્રુપતા વધતા ખેત ઉત્પાદન પણ વધે છે

ધરતીમાં યુરિયા-ડીએપી નહીં નાખીએ તો ઉત્પાદન ઓછું થઈ જશે, તેવો ભય બિલકુલ યોગ્ય નથી. પ્રાકૃતિક ખેતી પૂરી પ્રમાણિકતાથી, પદ્ધતિસર કરવામાં આવે તો પહેલા જ વર્ષે રાસાયણિક ખાતરના ઉપયોગથી થતું એટલું જ ઉત્પાદન મળશે અને પછીના વર્ષોમાં તો રાસાયણિક ખાતર કરતાં પણ વધુ અને વધુ સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મળશે.

પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદ-humdekhengenews

 

ખેડૂતોની આવક બમણી થશે, નાગરિકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સુધારશે, પર્યાવરણની સુરક્ષા જળવાય રહેશે,તેથી વધુને વધુ લોકોએ પ્રાકૃતિક ખેતી સાથે જોડાય. તેમ રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક ખેતીના મહાઅભિયાનને વધુ વેગવાન બનાવવા પ્રયત્નશીલ છે ત્યારે ગુજરાત અન્ય ક્ષેત્રોની જેમ પ્રાકૃતિક ખેતીમાં પણ રાષ્ટ્રનું નેતૃત્વ કરે.

આ ઉપરાંત, પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદના ત્રીજા દિવસના શુભારંભેના આ અવસરે આગામી 24 ડિસેમ્બરે ઑનલાઈન યોજાનારી પ્રથમ International Agriculture Conference on Natural and Organic Farming :  In Context to Bhartiyaના બ્રોશરનું રાજ્યપાલએ વિમોચન પણ કર્યું હતું.

ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ડેપ્યુટી સેક્રેટરી શ્રીમતી અનિતા ઝુલા, પ્રાકૃતિક કૃષિ કરતી મહિલા આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : કેમિકલ ઉત્પાદનનું હબ બનવા ગુજરાત તૈયાર, 168 દેશોમાં નિકાસ

Back to top button