પ્રિયંકા-નિકે 165 કરોડનું આલીશાન ઘર ખાલી કર્યું, દીકરી માલતીને લઈને બીજે રહેવા મજબૂર બન્યા કપલ


લૉસ એન્જલ્સ (અમેરિકા), 01 ફેબ્રુઆરી: ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે અમેરિકાના લૉસ એન્જલમાં 165 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છોડીને બીજા ઘરમાં શિફ્ટ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સેલેબ્સ કપલ મુશ્કેલીઓનો સામનો કરીને ઘર ખાલી કર્યું છે. ખરેખર વાત એમ છે કે,પાણીના કારણે તેમના ઘરના જુદા-જુદા હિસ્સામાં ભીનાશ અને ભેજની સમસ્યા સર્જાઈ છે. જેને લઈને કપલે ઘર વેચનાર વ્યક્તિ સામે કેસ પણ કર્યો છે.
નિક-પ્રિયંકા 165 કરોડનું ઘર છોડીને બીજે શિફ્ટ થયા
રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે આ ઘર વર્ષ 2019માં 20 મિલિયન ડૉલર એટલે કે અંદાજે 166 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.આ પ્રોપર્ટીમાં પાણીની સમસ્યાના કારણે ચારેબાજુ ભેજ આવી ગયો હતો. સેલેબ્સે કેસ દાખલ કરતાં કહ્યું કે, આનાથી લોકોના સ્વાસ્થય પર અસર થઈ શકે છે. જો કે, આ લક્ઝરી પ્રોપર્ટીમાં સાત બેડરૂમ, નવ બાથરૂમ, વાઇન સેલર, કિચન, હોમ થિયેટર, બોલિંગ એલી, સ્પા અને સ્ટીમ શાવર, જિમ અને બિલિયર્ડ રૂમ છે. પ્રિયંક અને નિકે ગયા વર્ષના મે મહિનામાં મકાન વેચનાર સામે કેસ કર્યો હતો. તેમજ જ્યારથી આ પ્રોપર્ટી ખરીદી ત્યારથી જ તેના પૂલ અને સ્પાને લઈને સમસ્યા થવા લાગી હતી. વોટરપ્રૂફિંગમાં મુશ્કેલીઓના કારણે ઘરના ભાગોમાં શેવાળ અને અન્ય સમસ્યાઓ ઊભી થઈ હતી.
પ્રિયંકા અને નિકના ઘરના સમારકામનો ખર્ચે 20 કરોડ જેટલું
રિપોર્ટ અનુસાર, ગ્લોબલ સેલેબ્સ પ્રિયંકા અને નિકના ઘરના બાર્બેક્યુ એરિયામાં પાણીના લીકેજની સમસ્યા થવા લાગી છે. બંનેએ સમસ્યાને કારણે થયેલા નુકસાન માટે વળતરની માંગ કરી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રોપર્ટીના સમારકામ માટે 1.5 મિલિયનથી 2.5 મિલિયન ડૉલર એટલે કે અંદાજે 13 થી 20 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બીજી તરફ, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ તેમની પુત્રી માલતી મેરી સાથે અન્ય પ્રોપર્ટીમાં શિફ્ટ થયા છે.
નિક જોનાસ તેના ભાઈઓ જો જોનાસ અને કેવિન જોનાસ સાથે મુંબઈમાં મ્યુઝિક ફેસ્ટિવલ લોલાપાલૂઝા ઈન્ડિયામાં પરફોર્મ કરવા માટે ભારત આવ્યો હતો. ભારતીય ચાહકોએ તેમનું દિલથી સ્વાગત કર્યું અને ‘જીજુ’ના નારા લગાવ્યા. બીજી તરફ, પ્રિયંકા ચોપરા તેના હોલિવૂડ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.
આ પણ વાંચો: જીજુ, જીજુ : નિક જોનાસ માટે લોલાપાલૂઝા કોન્સર્ટમાં ચાહકોના નારા