ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાતનું આ શહેર ભારતમાં સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું, હવામાનમાં થશે મોટો ફેરફાર, અહીં થશે જોરદાર વરસાદ

નવી દિલ્હી, 11 માર્ચ 2025: હાલમાં સમગ્ર દેશમાં હવામાનની વિવિધતા જોવા મળી રહી છે. જ્યાં એક તરફ ગુજરાતના અમુક ભાગમાં લૂની સ્થિતિ છે, તો વળી જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા અને વરસાદ જોવા મળી રહ્યો છે. હવે હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે કે આવનારા દિવસોમાં ઉત્તર ભારતમાં હવામાન એકદમથી બદલાઈ જશે. 12 માર્ચથી દેશના હિમાલયી રીઝનમાં પશ્ચિમી વિક્ષોભની અસર જોવા મળી શકે છે.

રાજકોટમાં સૌથી વધારે રહ્યું તાપમાન

છેલ્લા 24 કલાકમાં જમ્મુ ક્ષેત્ર, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશમાં બરફવર્ષા અને વરસાદ જોવા મળ્યો છે. તેની સાથે જ અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, આસામ અને કેરલમાં પણ વરસાદ થયો છે. જ્યારે સૌરાષ્ટ્ર તથા કચ્છના અમુક ભાગમાં હીટવેવની સ્થિતિ બનેલી છે.

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે તાપમાન નોંધાયું છે. જે 41.1 ડિગ્રી રહ્યું. હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે કે 10થી 12 માર્ચની વચ્ચે ગુજરાત, 11 અને 12 માર્ચે દક્ષિણી પશ્ચિમ રાજસ્થાન, 11થી 13 માર્ચ વચ્ચે વિદર્ભ અને 13-14 માર્ચે ઓડિશામાં હીટવેવની સ્થિતિ જોવા મળી શકે છે.

રાજસ્થાનમાં સાઈક્લોનિક સર્કુલેશન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં પશ્ચિમી ઈરાનની આજુબાજુ પશ્ચિમ વિક્ષોક્ષ સક્રિય થયું છે, જે આવનારા દિવસોમાં પોતાના પ્રભાવ બતાવશે. આ ઉપરાંત રાજસ્થાન, આસામ અને હિન્દ મહાસાગરમાં સાઈક્લોનિક સર્કુલેશન બનેલું છે.

૧૦ થી ૧૬ માર્ચ દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને અરુણાચલ પ્રદેશમાં વરસાદની સંભાવના છે. ૧૨ થી ૧૫ માર્ચ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ પડશે. એવો અંદાજ છે કે આગામી 3 દિવસમાં આ વિસ્તારમાં તાપમાન વધી શકે છે, પરંતુ પછી તેમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે.

આ રાજ્યોમાં ભારે વરસાદ પડશે

હવામાન વિભાગે 11 માર્ચે તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ ઉપરાંત કેરળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર ભારતની વાત કરીએ તો, ૧૩ અને ૧૪ માર્ચે જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન, વીજળી અને ગાજવીજની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ખતરનાક સ્થિતિ:દુનિયાના સૌથી પ્રદૂષિત 20 શહેરોમાં ભારતના 13 શહેરોનો સમાવેશ, લિસ્ટમાં ટોપ પર છે આ નામ

Back to top button