ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

પાટણની કે.કે.ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઈ ઉજવણી 

Text To Speech

પાટણ, 25 જાન્યુઆરી : આજે પાટણની કે.કે.ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 14 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને મતદાનનું મહત્ત્વ સમજાવીને અચુક મતદાન કરવા માટે જણાવવામાં આવ્યું હતુ.

આજે 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. આજના દિવસે લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી રહી છે. ત્યારે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. તે સંદર્ભમાં પાટણની કે.કે.ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આયોજીત રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં વયોવૃદ્ધ મતદારો, યુવા મતદાર મહોત્સવ-2023માં સફળતા મેળવેલ યુવાઓ, પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારો અને ચૂંટણીની કામગીરીમાં બી.એલ.ઓ. તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું પણ જિલ્લા કલેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.

મતદાન-humdekhengenews

25 જાન્યુઆરી, 1950ના રોજ ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. જેની યાદગીરીના ભાગરૂપે પ્રતિવર્ષ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો આવો અવશ્ય મતદાન કરીએ. અને યાદ રાખીએ કે, દરેક મતની ગણતરી થાય છે, અને દરેક અવાજ મહત્ત્વપૂર્ણ છે. સાથેજ, માહિતગાર રહેવા, નાગરિક ફરજોમાં જોડાવવા અને સાથે મળીને એક મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ કરીએ.

 

આ પણ વાંચો : ભુજ ખાતે યોજાયેલી જિલ્લાની દિવ્યાંગ મોબાઈલ કોર્ટમાં 125 કેસોની કરાઈ સ્થળ પર સુનાવણી

Back to top button