ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાષ્ટ્રીય એકતા દિવસ : સરદાર પટેલને PM એ આપી શ્રદ્ધાંજલિ, જૂઓ વીડિયો

Text To Speech
  • વડાપ્રધાન સહિતનાઓએ લીધા એકતાના શપથ
  • શપથ લેવાયા બાદ યોજાઈ સુરક્ષાદળોની પરેડ

કેવડિયા, 31 ઓક્ટોબર : આજે દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા છે. અહીં તેઓએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. તેઓએ આજના દિવસે પહેલાં સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ એકતાના શપથ લેવામાં આવ્યા હતા. તેના પછી તમામ લોકોએ સુરક્ષાદળો દ્વારા યોજાયેલ પરેડ નીહાળી હતી.

PM મોદીએ એકતાના શપથ લેવડાવ્યા

આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજર તમામ લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતા. જેમાં ‘હું પ્રતિજ્ઞાપૂર્વક શપથ લઉં છું કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે હું મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓમાં આ સંદેશ ફેલાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો પણ કરીશ. હું મારા દેશની એકતાની ભાવનાથી આ શપથ લઈ રહ્યો છું જે સરદાર વલ્લભભાઈ પટેલની દૂરંદેશી અને કાર્યોથી શક્ય બન્યું છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારા હિસ્સાનું યોગદાન આપવાનો પણ સંકલ્પ કરું છું.’ તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

શપથ લીધા બાદ પરેડ યોજાઈ 

વડાપ્રધાન મોદી સરદાર પટેલને પુષ્પાંજલિ કર્યા બાદ યુનિટી પરેડમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ પરેડમાં 9 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસની 16 માર્ચિંગ ટુકડીઓ, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચિંગ બેન્ડે ભાગ લીધો હતો. એકતાનગર કેવડિયા ખાતે આયોજિત આ પરેડમાં જવાનો દ્વારા અનેક કરતબ રજૂ કરાયા હતા.

આ પણ વાંચો :- ગુજરાત: પોલીસ દિવાળીના તહેવારોમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને મેમો નહિ પણ આ વસ્તુ આપશે

Back to top button