ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષસ્પોર્ટસ

નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડની જાહેરાત, મોહમ્મદ શમી સહિત 26ને અર્જુન એવોર્ડ કરાશે એનાયત

અમદાવાદ, 20 ડિસેમ્બર : આ વર્ષે આપવામાં આવનાર સ્પોર્ટ્સ એવોર્ડ માટે ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી મોટો સન્માન ખેલ રત્ન એવોર્ડ બેડમિન્ટન સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને આપવામાં આવશે. જ્યારે અર્જુન એવોર્ડ માટે સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ તમામ રાષ્ટ્રીય રમત પુરસ્કાર 9 જાન્યુઆરી 2024 ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક મોટા કાર્યક્રમ દરમિયાન આપવામાં આવશે. રમત મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ તમામ એવોર્ડ ખેલાડીઓને રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવશે.

26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે

રમત મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વખતે મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે. જ્યારે ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2023થી સન્માનિત કરવામાં આવશે. આ તમામ પુરસ્કારો ખેલાડીઓને તેમની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ આપવામાં આવશે.

આ ઉપરાંત, રમત મંત્રાલયે જણાવ્યું કે સમિતિઓની ભલામણોના આધારે અને યોગ્ય તપાસ બાદ સરકારે આ તમામ ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓને એવોર્ડ માટે પસંદ કર્યા છે.તેમજ મંત્રાલયે તમામ પુરસ્કારો મેળવનાર ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓની યાદી પણ જાહેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by SAINA NEHWAL (@nehwalsaina)

નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ નીચે મુજબ આપવામાં આવશે

ખેલ રત્ન એવોર્ડ

ચિરાગ શેટ્ટી – બેડમિન્ટન
સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી – બેડમિન્ટન

અર્જુન એવોર્ડ

ઓજસ પ્રવીણ દેવતલે – તીરંદાજી
અદિતિ ગોપીચંદ સ્વામી – તીરંદાજી
શ્રીશંકર – એથ્લેટિક્સ
પારુલ ચૌધરી – એથ્લેટિક્સ
મોહમ્મદ હુસામુદ્દીન – બોક્સર
આર વૈશાલી – ચેસ
મોહમ્મદ શમી – ક્રિકેટ
અનુષ અગ્રવાલ – ઘોડેસવારી
દિવ્યકૃતિ સિંહ – અશ્વારોહણ ડ્રેસેજ
દીક્ષા ડાગર – ગોલ્ફ
કૃષ્ણ બહાદુર પાઠક – હોકી
સુશીલા ચાનું – હોકી
પવન કુમાર – કબડ્ડી
રિતુ નેગી – કબડ્ડી
નસરીન – ખો-ખો
પિંકી – લૉન બોલ્સ
ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર – શૂટિંગ
ઈશા સિંહ – શૂટિંગ
હરિન્દર પાલ સિંહ – સ્ક્વોશ
આહિકા મુખર્જી – ટેબલ ટેનિસ
સુનિલ કુમાર – કુસ્તી
અંતિમ – કુસ્તી
રોશીબીના દેવી – વુશુ
શીતલ દેવી – પેરા તીરંદાજી
અજય કુમાર – બ્લાઈન્ડ ક્રિકેટ
પ્રાચી યાદવ – પેરા કેનોઈંગ

આ પણ વાંચો : IPL ઓક્શનર મલ્લિકા સાગરની એક ભૂલ RCB ને રૂ.20 લાખમાં પડી… !!

Back to top button