National Science Day : પાલનપુરની સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિજ્ઞાન દિવસની કરાઈ ઉજવણી
National Science Day : પાલનપુરમાં આવેલી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રયોગો રજૂ કર્યાં હતાં. 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day 2022) છે. ભારતના મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રમન (CV Raman)ના સન્માન અને સ્મૃતિમાં દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રી સીવી રમન દ્વારા મહાન શોધ ‘રમન ઇફેક્ટ’ની પુષ્ટિ 28 ફેબ્રુઆરી 1928ના દિવસે જ કરવામાં આવી હતી. પાછળથી, વર્ષ 1930માં વૈજ્ઞાનિક સીવી રમનને તેમની આ શોધ માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાન ભારતીય વૈજ્ઞાનિકની આ શોધની પાછળ ખૂબ જ રોચક પ્રસંગ છે. વર્ષ 1921માં ભૂમધ્ય સમુદ્રના વાદળી રંગ પાછળનું કારણ જાણવાની તેમની ઉત્સુકતા વધી. વાદળી રંગનું કારણ સમજવા માટે તેમણે પારદર્શક સપાટી, બરફના બ્લોક અને પ્રકાશ સાથે વિવિધ પ્રયોગ કર્યા. ત્યારબાદ તેમણે બરફના ટુકડામાંથી પ્રકાશ પસાર થયા બાદ તરંગ લંબાઇમાં ફેરફાર જોયો. આને જ રમન ઇફેક્ટ (Raman Effect) કહેવાય છે. આ શોધે ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં મોટો ફાળો આપ્યો.
View this post on Instagram
આ વિજ્ઞાન મેળામાં સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલ ઉપરાંત રોહિતભાઈ ભૂટકા, જીગ્નેશભાઈ, કે. કે. ગોઠી હાઇસ્કૂલના આચાર્ય મણિભાઈ સુથાર, મહેંન્દ્રભાઈ પંચાલ, તેમજ સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યા નેહલ પરમાર ઉપરાંત બાલમંદિર સ્કૂલના સુપરવાઈઝર ગીતાબેન પટેલ હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્યા હેતલ રાવલ તેમજ તમામ સ્ટાફનો મહત્ત્વનો ફાળો છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં બટાકાના ભાવ તળિયે, મંદીનો માર સહન કરતા ખેડૂતો