નેશનલ પેન્શન સ્કીમઃ રોજનું માત્ર 200 રૂપિયા રોકાણ, દર મહિને મળશે 50,000નું પેન્શન
નોકરિયાત લોકો પોતાના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે અલગ અલગ સ્કીમ્સમાં ઇન્વેસ્ટ કરે છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમણે કોઇની પર આર્થિક રીતે નિર્ભર રહેવુ ન પડે. સરકાર પણ અનેક પ્રકારની સ્કીમ ચલાવે છે, જેમાં લોન્ગ ટર્મ માટે રોકાણ કરીને એક જબરજસ્ત ફંડ જમા કરી શકાય છે. સરકારની એવી જ એક સ્કીમ છે નેશનલ પેન્શન સ્કીમ એટલે કે રાષ્ટ્રીય પેન્શન યોજના. રિટાયરમેન્ટ માટે ફંડ બનાવવા માટે તે સૌથી વધુ ફેવરિટ ઓપ્શન છે.
સેફ હોય છે સરકારી સ્કીમ
આ સ્કીમ સીધી સરકાર સાથે જોડાયેલી છે. આ સ્કીમમાં તમારે દર મહિને 6000 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના છે. તમને 60 વર્ષની ઉંમર બાદ 50,000 રુપિયાનું પેન્શન મળે છે. તમારે રોજ 200 રૂપિયા બચાવીને આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરવાનું છે. આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરનારને ઇનકમ ટેક્સમાં છુટ મળે છે. NPSમાં ઇન્વેસ્ટ કરનારને 80 સી હેઠળ છુટ સાથે 80 સીસીડી હેઠળ વધારાના 50,000 રૂપિયા સુધી Income Taxમાં છુટ મળે છે.
એન્યુઇટી પર નિર્ભર છે રકમ
NPSને લોંગ ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ માનવામાં આવે છે. આ સ્કીમમાં નોકરી દરમિયાન પૈસા જમા કરવાના હોય છે, જે રિટાયરમેન્ટ બાદ તમને પેન્શનના રૂપમાં મળે છે. NPSમાં જમા પૈસા તમને બે રીતે મળી શકે છે. પહેલુ કે તમે જમા રકમનો સીમિત હિસ્સો એક જ વખતમાં કાઢી શકો છો, જ્યારે બીજો હિસ્સો પેન્શન માટે જમા રહે છે. આ રકમમાંથી એન્યુઇટી ખરીદવામાં આવે છે. એન્યુઇટી ખરીદવા માટે જેટલી વધુ રકમ તમે છોડશો રિટાયરમેન્ટ બાદ તમને તેટલુ વધુ પેન્શન મળશે.
કેવી રીતે મળશે 50,000 પેન્શન
દર મહિને 50,000 રુપિયાનું પેન્શન મેળવવા માટે તમારે કેટલુ રોકાણ કરવુ પડશે તે સમજી લઇએ. જો તમે 24 વર્ષની ઉંમરમાં NPS એકાઉન્ટ ખોલાવો છો અને દર મહિને 6000 ઇન્વેસ્ટ કરો છો, તો 60 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરવુ પડશે. 36 વર્ષ સુધી આ સ્કીમમાં પૈસા જમા કરશો તો તમને આ લાભ મળશે.
એન્યુઇટી ખરીદવી પડશે
60 વર્ષની ઉંમર સુધી વ્યક્તિ 25,92,000 રૂપિયા ઇન્વેસ્ટ કરે છે. જો રિટર્ન 10 ટકા માની લઇએ તો તેની વેલ્યુ 2,54,50,906 રુપિયા હશે. પછી NPS મેચ્યોરિટી ઇનકમથી 40 ટકા એન્યુઇટી ખરીદો છો તો રકમ 1,01,80,362 રૂપિયા થશે. ઇન્વેસ્ટ પર 10 ટકાનું રિટર્ન માનીએ તો આશરે 1,52,70,544 આવક થશે. આ રીતે 60 વર્ષની ઉંમર બાદ તમે 50,902 રૂપિયા પેન્શનના રૂપમાં દર મહિને મેળવી શકો છો.
આ પણ વાંચોઃ 7 લાખ સુધીની કમાણી Tax Free, છતાં પણ કેમ જરૂરી છે ITR ફાઇલ કરવું?