ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે પકડ્યા ભાજપ ધારાસભ્યના પગ, તસવીર થઈ વાયરલ

Text To Speech

નવી દિલ્હી, તા. 5 ઓક્ટોબરઃ દિલ્હીની આતિશી સરકારે માર્શલ્સની નિમણૂકને લઈ કેબિનેટ નોટ પાસ કરી છે. જેમાં માર્શલ્સને તાત્કાલિક હટાવવાની માંગ કરી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ કહ્યું કે, માર્શલોની હકાલપટ્ટી માટે તમે કઈ હદ સુધી જઈ શકો છો.

આમ આદમી પાર્ટી તરફથી એક્સ પર લખવામાં આવ્યું, માર્શલોની હકાલપટ્ટી માટે તમે કઈ હદ સુધી જઈ શકો છો. તમે એલજી હાઉસ જવાથી બચી રહ્યા હતા. ભાજપના ધારાસભ્યએ મંત્રી સૌરભ ભારદ્વાજના પગ પકડી લીધા હતા. સંઘર્ષ બાદ તેમને એલજી હાઉસમાં લઈ જવાયા હતા.

બસ માર્શલની નોકરી મુદ્દે દિલ્હી સચિવાલયમાં મીટિંગ થઈ હતી. સીએમ આતિશી, દિલ્હી સરકારના મંત્રીઓની સાથે ભાજપમાં ધારાસભ્યો પણ બેઠકમાં સામેલ થયા હતા. મીટિંગમાં બસ માર્શલ પણ હાજર રહ્યા હતા. આ પહેલા બસ માર્શલ્સને બીજેપી ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાને પૂછ્યું, એલજીને ત્યાં પ્રસ્તાવિત મીટિંગ માટે કેમ ન આવ્યા. સીએમ આતિશીએ કહ્યું, સમગ્ર કેબિનેટ બેઠકમાં હતી. તાજતેરની મીટિંગમાં જ માર્શલ્સની નિમણૂક માટે કેબિનેટ નોટ લાવવામાં આવશે. કેબિનેટ નોટ લઈને એલજી વિનય સેકસેના પાસે તમામ મંત્રી અને ધારાસભ્ય જવા તૈયાર છે. જોકે બીજેપી ધારાસભ્ય હાલ એલજી પાસે જવા તૈયાર નથી.

સીએમ આતિશીએ કહ્યું કે, બીજેપી ડેલીગેશનને કાલનો સમય માંગ્યો હતો. આજે સવારે 10.30 કલાકે મીટિંગ થઈ. નિમણૂકના અધિકાર એલજી પાસે છે. અમે કહ્યું જે નિર્ણય અમારે લેવાહશે તે અમે લઇશું પરંતુ બીજેપી એલજીનો ફેંસલો માનશે. અમે ઈમરજન્સી મીટિંગ પણ બોલાવી અને કેબિનેટ નોટ પણ બનાવી.બીજેપી ધારાસભ્ય એલજી પાસે અમારી સાથે પહોંચ્યા પણ કંઈ બોલ્યા નહી.


આ પણ વાંચોઃ પીએમ મોદીનું મંદિર બનાવનારા સમર્થકે ભાજપ સાથે ફાડ્યો છેડો, જાણો વિગત

Back to top button