ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

VIDEO: હદનો આંટો! યુવકને રીલ્સ બનાવવાનો અભરખો ભારે પડ્યો

Man Washing Scorpio With Diseal: આજકાલ યુવાનોમાં સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવીને ફેમસ થવાની ઘેલછા ઉપડી છે. યુવાનો અનેકવાર રિલ્સને વાયરલ કરવામાં એવું કામ કરે છે કે કાનુની પાસામાં ફસાઈ છે.

સોશિયલ મીડિયા રીલ્સ બનાવવી એ કંઈ ખોટું નથી, પરંતુ કેટલાક લોકો એવી વસ્તુઓ કરે છે જે બીજાઓને આશ્ચર્યચકિત કરી દે છે અને વિચારે છે કે લોકો આટલા મૂર્ખ કેવી રીતે હોઈ શકે છે. જો તમે સોશિયલ મીડિયા પર છો, તો તમે કદાચ આવા ઘણા વીડિયો જોયા હશે, પરંતુ તમે કદાચ હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયો નહીં જોયો હોય.

મુર્ખામીની હદો કરી પાર

હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક માણસ મૂર્ખતાપૂર્ણ કૃત્ય કરતો જોવા મળે છે જે તમે પહેલાં ક્યારેય નહીં જોયું હોય. વીડિયોમાં એક યુવક પોતાની સ્કોર્પિયોને પેટ્રોલ પંપ પર લઈ જઈને પાણીને બદલે ડીઝલથી ધોઈ નાખી હતી. યુવકે ડીઝલ મફત મળતું હયો તે રીતે કારને ધોઈ રહ્યો હતો. તેણે રીલ્સ બનાવવા માટે આ બધું કર્યું, અને જ્યારે વીડિયો વાયરલ થયો, ત્યારે આ જ મુર્ખામી તેને ભારે પડી હતી. આ પછી તેની સાથે શું થયું તે જાણવા પહેલા વિડિઓ જુઓ.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વીડિયો રાજસ્થાનના સિરોહીનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યાં પાલડી એમના પેટ્રોલ પંપ પર એક વ્યક્તિએ આ વીડિયો શૂટ કર્યો હતો. ડીઝલથી કાર ધોતા આ વ્યક્તિનું નામ મહિપાલ સિંહ જાણવા મળ્યું છે, અને જ્યારે આ વીડિયો વાયરલ થયો, ત્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે આ વીડિયો બનાવવા બદલ મહિપાલ સિંહ અને વીડિયોગ્રાફરની ધરપકડ કરી છે. આ વીડિયો ત્રણ કે ચાર દિવસ જૂનો હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : “FIRમાં કેન્દ્રીય મંત્રીના નામ આગળ ‘મિસ્ટર’ કેમ ના લગાવ્યું”, પોલીસ પર ભડક્યા જજ

Back to top button