ગાંધીનગર ખાતે એનર્જી ટ્રાન્ઝિશન – રોડ ટ્રાવેલ્ડ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ અહેડ પર રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ
- પરિષદમાં કુલ 5 સત્રો યોજાશે જેમાં રીન્યૂએબલ સેક્ટરના મહત્વના પાસાઓ પર થશે વિચાર વિમર્શ
- દેશ વિદેશમાંથી પાવર અને રિન્યુએબલ એનર્જી સેક્ટરના પહેલની વિવિધ દિશામાં કામ કરી રહેલા 250 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે
ગાંધીનગર: આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની ના ભાગરૂપે, ભારતમાં એનર્જી ટ્રાન્ઝિશન – રોડ ટ્રાવેલ્ડ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ અહેડ પર બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનું ઉદ્ઘાટન ભારત સરકારના માનનીય કેન્દ્રીય ઊર્જા અને નવી અને નવીની કરણીય ઊર્જામંત્રી શ્રી આર.કે. સિંહ અને ગુજરાતના કેબિનેટ મંત્રી, નાણા અને ઊર્જા પેટ્રોકેમિકલ વિભાગ, શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે આજે તા. 1લી ડિસેમ્બર 2023ના રોજ ગાંધીનગર ખાતે શુભારંભ થયો છે.
આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા તથા ઊર્જા સંક્રાંતિને સરળ બનાવવાના ગુજરાતના મહત્વાકાંક્ષી વિઝન સાથે આગળ વધવાનો છે. આ રીન્યૂએબલ પરિષદ ગ્રીડ એકીકરણ, ધિરાણ સાધનો અને સહાયક માળખાકીય સુવિધાઓ વિકસાવવા સંબંધિત પડકારોને સંબોધીને પુનઃપ્રાપ્ય ઊર્જાના પ્રવેશને વધારવા પર ભાર મૂકે છે. ઉપરાંત વૈશ્વિક આંતરદૃષ્ટિના આધારે, ગુજરાત અને ભારત માટે અનુકૂળ વ્યૂહરચનાઓ અને ઊર્જા સંક્રાંતિના પગલાંને ઓળખવાનો ધ્યેય છે.
સમગ્ર દેશમાં રીન્યૂએબલ સેક્ટરની પહેલોમાં મોખરે રહેલા ગુજરાતે આગામી VGGS 2024 ની તૈયારીના ભાગરૂપે GUVNL, SECI, GEDA અને GETRI ના નેજા હેઠળ આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આગેવાની લીધેલી છે.
આ પરિષદને કુલ 5 સત્રોમાં યોજવામાં આવશે જેમાં રીન્યૂએબલ સેક્ટરના મહત્વના પાસાઓ જેવા કે – એનર્જી ટ્રાન્ઝિશન અને સેકન્ડ જનરેશન રિફોર્મ્સની જરૂરિયાત, એનર્જી ટ્રાન્ઝિશન માટે ફાઇનાન્સિંગ વિકલ્પો, એનર્જી મિક્સ અને હાર્ડ ટુ એબેટ સેક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેના પર વિચાર વિમર્શ કરશે. ઉપરાંત ગ્રીડ એકીકરણ: પડકારો અને ઉકેલો અને ડિજિટલ ટેક્નોલોજીની ભૂમિકા, વૈશ્વિક પરિપ્રેક્ષ્ય અને ઊર્જા સંક્રાંતિમાં ભારતની નેતૃત્વની ભૂમિકા વગેરે વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ચર્ચા-વિચારણા હાથ ધરાશે.
આ કોન્ફરન્સમાં સમગ્ર ભારત અને વિદેશમાંથી પાવર અને રિન્યુએબલ એનર્જી સેક્ટરના પહેલની વિવિધ દિશામાં કામ કરી રહેલા 250 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.
ગુજરાતમાં રિન્યુએબલ ક્ષેત્રે વિકાસ
વડાપ્રધાને પંચામૃત દ્વારા સ્વચ્છ ઊર્જા સંક્રાંતિનો માર્ગ નક્કી કર્યો છે, જે વર્ષ ૨૦૩૦ સુધીમાં 500 ગીગાવોટનોન ફોસિલ ફ્યુઅલ આધારિત ક્ષમતા ઉમેરવાની અને ઇન્સ્ટોલ કેપેસીટીના સંદર્ભમાં રીન્યૂએબલ એનર્જીનો હિસ્સો ઓછામાં ઓછો 50% સુધી વધારવાનો ઇરાદો ધરાવે છે.
સરકાર સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા અને ઊર્જા સંક્રાંતિને સરળ બનાવવા માટે અત્યંત મહત્વાકાંક્ષી છે. આ પરિષદ ગ્રીડ એકીકરણ, અઘરા ક્ષેત્રમાં ડિકાર્બોનાઇઝેશનની વ્યૂહરચના, ધિરાણ સાધનો અને સહાયક માળખાકીય સુવિધાઓ વિકસાવવા સંબંધિત પડકારોને સંબોધીને પુનઃપ્રાપ્ય ઊર્જાના પ્રવેશને વધારવા પર ભાર મૂકે છે. ઉપરાંત વૈશ્વિક આંતરદૃષ્ટિના આધારે, ગુજરાત અને ભારત માટે અનુકૂળ વ્યૂહરચનાઓ અને ઊર્જા સંક્રાંતિના પગલાંને ઓળખવાનો ધ્યેય છે.
કોન્ફરન્સના પ્રથમ દિવસે જુદા જુદા સત્રોમાં MNRE સચિવ, શ્રી ભૂપિન્દર સિંહ ભલ્લા, IAS, શ્રીમતી મમતા વર્મા, IAS, અગ્ર સચિવ, EPD, ગુજરાત સરકાર ની હાજરી રહેશે. શ્રી આર.પી.ગુપ્તા, IAS, (નિવૃત્ત), સીએમડી સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ., શ્રી જય પ્રકાશ શિવહરે, IAS, એમડી જીયુવીએનએલ, શ્રી આઈ પી ગૌતમ, IAS, (નિવૃત્ત), અને ભૂતપૂર્વ સભ્ય લોકપાલ, શ્રી વિવેક કુમાર દેવાંગન IAS, CMD, REC, શ્રી પ્રદિપ કુમાર દાસ, CMD, IREDA, ડૉ. પ્રદિપ તરકન, ડિરેક્ટર, એનર્જી ટ્રાન્ઝિશન, એશિયન ડેવલપમેન્ટ બેંક, શ્રી ગિરીશ તંતી, વાઇસ ચેરમેન, સુઝલોન, શ્રી જીનલ મહેતા, MD, ટોરેન્ટ પાવર, શ્રી કિમ્મો સિરા, કાઉન્સેલર (Trade & Investment)- Sustainability, Energy & Circular Economy, ફિનલેન્ડની એમ્બેસી, શ્રી અમિત જૈન, ગ્લોબલ એનર્જી સ્ટોરેજ લીડ, વર્લ્ડ બેંક, ડો. ગોપાલ સારંગી, એસોસિયેટ પ્રોફેસર, TERI SAS પણ ઉપસ્થિત રહેશે.
જ્યારે બીજા દિવસે, ભારત સરકારના પાવર મંત્રાલયના સચિવ શ્રી પંકજ અગ્રવાલ, IAS, ડૉ. દિનકર શ્રીવાસ્તવ, IFS (rtd.) અને વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના પ્રતિષ્ઠિત ફેલો, શ્રી મુકેશ પુરી, IAS, ACS, ગૃહ વિભાગ, એમડી, જીએસએફસી, ગુજરાત સરકાર દ્વારા ચર્ચાઓ યોજોશે. આ ઉપરાંત શ્રી ગુરદીપ સિંઘ, સીએમડી, એનટીપીસી, ડો. ઓમકાર જાની, પ્રમુખ અને સીટીઓ, આરઆઈએલ, શ્રી અલ્કેશ શર્મા, IAS, (નિવૃત્ત), ભૂતપૂર્વ સચિવ MeitY, શ્રી એસ આર નરસિમ્હન, સીએમડી, ગ્રીડ કંટ્રોલર ઓફ ઈન્ડિયા લિ., શ્રી આલોક કુમાર, IAS, (નિવૃત્ત), ભૂતપૂર્વ સચિવ, ઊર્જા મંત્રાલય., શ્રી આર પી ગુપ્તા, આઈએએસ (નિવૃત્ત) અને સીએમડી, SECI, શ્રી જયપ્રકાશ શિવહરે, IAS, એમડી, જીયુવીએનએલ ભાગ લેશે.
આ પણ વાંચોઃ રેલવેઃ મહારાષ્ટ્રના પુણે-લોનાવાલા સેક્શન પર સ્વચાલિત સિગ્નલિંગનું કાર્ય પૂર્ણ