નેશનલ ગેમ્સ : કાલથી રાજકોટમાં જામશે રમતની ઋતુ….
નેશનલ ગેમ્સ-2022 અંતર્ગત રાજકોટ ખાતે આવતીકાલથી રમતનો રંગ જામશે. કાલે તા. 2ના રોજ હોકી અને સ્વિમિંગ ઇવેન્ટનો પ્રારંભ થશે. આવતીકાલે આ બન્ને ઇવેન્ટમાં જુદાજુદા રાજ્યો વચ્ચે કાંટે કી ટક્કર થશે. હોકી સ્પર્ધા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે તા. 2 થી 11 ઓક્ટોબર દરમ્યાન તેમજ સ્વિમિંગની વિવિધ કેટેગરીની સ્પર્ધાઓ સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ, કોઠારિયા રોડ ખાતે તા. 2 થી 8 ઓક્ટોબર દરમ્યાન યોજાનાર છે. જેમાં રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે સવારે મહિલા હોકી ટીમની સવારે 7-15 વાગે ઓડીશા અને ઉત્તરપ્રદેશ, સવારે 9 વાગે હરિયાણા- ગુજરાત, સવારે 10-45 પુલ બી માં કર્ણાટક- પંજાબ, બપોરે 12-30 ઝારખંડ મધ્યપ્રદેશ ટીમ રમશે જ્યારે પુરૂષોની મેચમાં બપોરે 14-15થી તમિલનાડું અને ઝારખંડ, બપોરે 4 વાગે કર્ણાટક અને ઉત્તરપ્રદેશ વચ્ચે મેચ રમાશે.
આ પણ વાંચો : આ રીતે 2 મિનિટમાં જ ભગાડો મચ્છર, ભૂલથી પણ પાસે ફરકશે નહીં
જ્યારે સ્વિમિંગમાં સવારે 10-30થી 12 પુરૂષોની એકમીટર સ્પ્રિંગ બોર્ડ યોજાશે જ્યારે પુરૂષો માટેની વોટરપોલો મેચમાં સવારે 11 વાગે એસએસસીબી અને કર્ણાટક, 12-15 કલાકે બંગાળ અને ગુજરાત, બપોરે 1-30 કલાકે મહારાષ્ટ્ર્ર અને પંજાબ, તેમજ બપોરે 2-45 કલાકે કેરળ અને મણીપુર વચ્ચે સ્પર્ધા યોજાશે. આવી જ રીતે વિધિ કેટેગરીની સ્વિમિંગ સ્પર્ધા (હીટ્સ) યોજાશે. જેમા સાંજે 5 વાગે પુરૂષો માટે 200 મીટર ફ્રી સ્ટાઇલ, પ-05 મીનીટે મહિલાઓ માટે 200 મીટર ફ્રી સ્ટાઇલ, સાંજે 5-20 વાગે પુરૂષો માટે અને 5-35 મીનીટે મહિલાઓ માટે 100 મીટર બટરફ્લાય, 5-50 મીનીટે પુરૂષો માટે અને 6-20 મીનીટે મહિલાઓ માટે 4 100 ફ્રી સ્ટાઇલ રીલે યોજાશે.
આ પણ વાંચો : સ્વચ્છતામાં ડાયમંડ સિટીનો ડંકો, સમગ્ર દેશમાં બીજુ સૌથી સ્વચ્છ શહેર
સરદાર વલ્લભભાઇ પટેલ અને લોકમાન્ય તિલક સ્નાનાગાર તા.10મી સુધી બંધ
36મી નેશનલ ગેમ્સ અન્વયે સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર, કોઠારિયા રોડ તથા લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્ષ, તા.10 ઓક્ટોબર સુધી બંધ રહેશે. આ બન્ને સ્નાનાગારના વાર્ષિક સભ્યો, સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર, પેડક રોડ અથવા મહર્ષિ દયાનંદ સરસ્વતિ સ્નાનાગાર, કાલાવાડ રોડ પૈકી કોઇ એક સ્નાનાગાર ખાતે જઇ શકશે. વાર્ષિક સભ્યો માટે સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર તથા લોકમાન્ય તિલક સ્નાનાગાર તા.11થી રાબેતા મુજબ શરૂ થશે. સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર તથા લોકમાન્ય તિલક સ્નાનાગારના નવા ત્રિમાસિક સત્રનું રજીસ્ટ્રેશન તા. 10થી શરૂ થશે.