ટ્રેન્ડિંગનેશનલહેલ્થ

નેશનલ ડેન્ગ્યુ ડે 2024: જાણો ડેન્ગ્યુનાં લક્ષણો અને તેનાથી કેવી રીતે બચવું?

Text To Speech
  • આજે નેશનલ ડેન્ગ્યુ ડે
  • અડધાથી વધુ વિશ્વ ડેન્ગ્યુના ખતરામાં-  WHO

નવી દિલ્હી, 16 મે: મચ્છરોથી થતા અન્ય રોગોમાં ઘટાડો થઈ રહ્યો હોવા છતાં ડેન્ગ્યુનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. જેમ જેમ ઉનાળાની ઋતુમાં હોસ્પિટલોમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા વધવા લાગે છે. WHO મુજબ, અડધાથી વધુ વિશ્વ ડેન્ગ્યુના ખતરામાં છે. ડેન્ગ્યુમાં ઝડપથી ઘટતા પ્લેટલેટ્સ તેને વધુ ગંભીર બનાવે છે. જો ડેન્ગ્યુની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે મૃત્યુનું કારણ પણ બની શકે છે. તેથી, રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ દર વર્ષે 16 મેના રોજ નિર્ધારિત કરવામાં આવ્યો છે જેથી લોકોને ડેન્ગ્યુ રોગનાં લક્ષણો અને નિવારણની પદ્ધતિઓ વિશે જાગૃત કરી શકાય.

ડેન્ગ્યુના સામાન્ય લક્ષણો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, મોટાભાગના લોકોને ડેન્ગ્યુની શરૂઆતમાં હળવા લક્ષણો હોય છે અને ડેન્ગ્યુ 1-2 અઠવાડિયામાં ઠીક થઈ જાય છે. જો કે ક્યારેક દર્દીને યોગ્ય સારવાર ન મળે તો ઝડપથી ઘટતા પ્લેટલેટ્સ જીવલેણ સાબિત થાય છે. ડેન્ગ્યુના લક્ષણો મચ્છર કરડ્યાના લગભગ 3-4 દિવસ પછી શરીરમાં દેખાવા લાગે છે.

સામાન્ય તાવ
ગંભીર માથાનો દુખાવો
આંખોમાં બળતરા
સ્નાયુઓ અને હાડકામાં દુખાવો
ઉલટી અને ઉબકા
હાથમાં સોજો
શરીર પર ફોલ્લીઓ

જે લોકોને બીજી વખત ડેન્ગ્યુનો ચેપ લાગે છે તેમને બિમારીનું જોખમ વધારે હોય છે.બીજીવારના ડેન્ગ્યુમાં આ લક્ષણો શરીરમાં જોવા મળે છે.

ડેન્ગ્યુના ગંભીર લક્ષણો
તીવ્ર પેટમાં દુખાવો
સતત ઉલટી થવી
ઝડપી શ્વાસ
પેઢા અથવા નાકમાંથી રક્તસ્ત્રાવ
થાક અને બેચેની
ઉલટી અથવા સ્ટૂલમાં લોહી
ખૂબ તરસ લાગે છે

ડેન્ગ્યુથી બચવા શું કરવું?
જો તમે તમારી જાતને અને તમારા પરિવારને ડેન્ગ્યુના ભયથી બચાવવા માંગતા હોવ તો મચ્છરોથી વિશેષ રક્ષણ લો. નીચે જણાવેલ બાબતોનું પણ ધ્યાન રાખો.

ખાસ કરીને પાર્કમાં કે બહાર જતી વખતે સંપૂર્ણ ઢાંકનારા કપડાં પહેરો.
જો તમે દિવસ દરમિયાન સૂતા હોવ તો મચ્છરદાની લગાવીને જ સૂઈ જાઓ.
ઘરના દરવાજા અને બારીઓ પર મચ્છરદાની રાખો.
મચ્છરોને ઈંડા મૂકવાની જગ્યાઓ અને પાણી ભરવાની જગ્યાઓ સાફ રાખો.
આસપાસ ગંદકી અને કચરો જમા થવાથી બચો.
પુષ્કળ પાણી પીતા રહો અને લક્ષણો દેખાય તો ડોક્ટરની સલાહ લો.

આ પણ વાંચો: અમદાવાદ: સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી ઠલવાતું રોકવા પાંચ નવા STPનું આયોજન

Back to top button