નેશનલ ક્રશ Rashmika Mandannaને થયો પ્રેમ! અભિનેત્રીએ સચ્ચાઈ સ્વીકારી
અભિનેત્રી રશ્મિકા મંદન્ના જે આગામી ફિલ્મ ‘ગુડબાય’ સાથે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. તેણીએ ફિલ્મમાં તેના સહ-અભિનેતા, પીઢ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે આ બાબતે દલીલ કરી હતી કે ફિલ્મ પૂરી થતા કોણ આ ગલુડિયાને ઘરે લઇ જશે.
View this post on Instagram
મને સ્ટુપીડ સાથે પ્રેમ થઇ ગયો: રશ્મિકા મંદાના
આ ગલુડિયાનું એક બીજું પણ નામ છે સ્ટુપીડ, ફિલ્મના ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં મીડિયા સાથે વાત કરતા રશ્મિકાએ કહ્યું, “મને સ્ટુપિડ ખુબ જ પસંદ છે. અમે દિવસનો મોટો ભાગ સ્ટુપિડની કંપનીમાં વિતાવીશું.” બિગ બી સાથેના તેના નોકઝોક વિશે વાત કરતાં અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, “મારા અને અમિતાભ બચ્ચન સર વચ્ચે થોડી નોકઝોક (ઝઘડો) થઇ હતી. આ ગલુડિયાને અમિતાભ બચ્ચન પોતાના ઘરે લઇ જવા માંગતા હતા પરંતુ સ્ટુપીડ મને પણ ગમતું હતું જેથી ગુપચુપ રીતે હું તેને મારા ઘરે લઇ ગઈ.
આ ફિલ્મ આ દિવસે રિલીઝ થશે
વિકાસ બહલ દ્વારા નિર્દેશિત ‘ગુડબાય’ 7 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવશે. રશ્મિકાના ચાહકોની કોઈ કમી નથી. રશ્મિકા મંદન્ના રિયલ લાઈફમાં એટલી જ સુંદર છે જેટલી તે સિલ્વર સ્ક્રીન પર દેખાય છે. તેના ચાહકો દરેક સ્ટાઇલના દિવાના છે અને તેથી જ તેને નેશનલ ક્રશ કહેવામાં આવે છે.