આજે પ્રમુખસ્વામી નગર ખાતે રાષ્ટ્રીય સંમેલન યોજાશે જાણો શું હશે ખાસ
આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો 11 મો દિવસ છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસ વિવિધ વિષયો પર ઉજવણી કરવાનં આયોજન કરવામા્ં આવ્યું છે. જે અંતર્ગત આજે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના 11માં દિવસે રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે પ્રમુખ સ્વામી નગર ખાતે રાષ્ટ્રીય સંતસંમેલન યોજાશે
આજે પ્રમુખ સ્વામી નગર ખાતે રાષ્ટ્રીય સંતસંમેલન યોજાશે, જેમાં શ્રીમદ્ શંકરાચાર્યજી સ્વામી સદાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં વિવિધ મઠ-સંપ્રદાય-અખાડાઓના પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણના પ્રતિનિધિરૂપ સેંકડો સંતો ઉપસ્થિત રહેશે અને સંત મહિમાનું ગાન કરશે. તેમજ મહાનુભાવો મંચ પરથી વિદ્વત્તાસભર સંબોધનોનો આપશે. પ્રમુખ સ્વામી નગરના ‘નારાયણ સભાગૃહ’માં રોજ વિવિધ કાર્યક્રમો દ્વારા ભક્તોને વિવિધ વિષયો પર વ્યાખ્યાન આપવામાં આવે છે.
પ્રમુખસ્વામી નગર ખાતે આરોગ્ય સુવિધાઓ
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક આગવી છાપ ઊભી કરનાર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું અમદાવાદના આંગણે આયોજન કરવામાં આવ્યું છે. અહી દેશ વિદેશથી લાખો લોકો પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપવા માટે આવી રહ્યા છે. ત્યારે અહી આવતા ભક્તો માટે પણ BAPS દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહી હજારોની સંખ્યામાં સ્વંસેવકો અહી સેવા આપી રહ્યા છે. જેમાંથી કેટલાક તો લાખોની નોકરી છોડીને પ્રમુખ સ્વામી મહારાજના આ શતાબ્દી મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે આ સુયોગ્ય આયોજનની સૌ કોઈ પ્રશંસા પણ કરી રહ્યા છે. હાલ કોરોનાના કેસ વધતા અહી કોરોનાની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેનું અહી પાલન કરવામાં આવે છે. તેમજ BAPS દ્વારા ભક્તો માટે આરોગ્યની સુવિધા પણ ઉપલ્ધ કરાવામાં આવી છે.
આ પણ વાંચો : શતાબ્દી મહોત્સવમાં તમામ લોકો માટે માસ્ક ફરજિયાત, બિમાર દર્શનાથીઓ પ્રવેશ નહીં કરી શકે