ભારત વિકાસ પરિષદ સુરત મેઈન દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા –2022 યોજાઈ
હાલમાં ભારત વિકાસ પરિષદ સુરત મેઈન દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન સંસ્કાર ભારતી વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રાથમિક હિન્દી ભાષા વિભાગમાં 18 કૃતિઓ, માધ્યમિક હિન્દી ભાષા વિભાગમાં 9 કૃતિઓ અને માધ્યમિક સંસ્કુત ભાષા વિભાગમાં 3 કૃતિઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કુલ 280 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સ્પર્ધાને રોમાંચક બનાવી હતી. નિર્ણાયક તરીકે આરતી વખારિયા અને ધીમંત જોષીએ સેવા આપી હતી.
પરિષદના પ્રમુખ રૂપીન પચ્ચીગરે જણાવ્યું હતુ કે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા દ્વારા શાળાના વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાવના અને દેશદાઝની લાગણીને ઉજાગર કરવાનો અમારો પ્રયતન છે. ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રકાશીત “ચેતના કે સ્વર” પુસ્તકમાં સમાવેશ રાષ્ટ્રગીતને વિદ્યાર્થીઓએ રજૂ કરવાના હોય છે. રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા એ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા છે. જે હિન્દી કૃતિ વિભાગ અને સંસ્કૃત વિભાગમાં પ્રથમ આવે તેમને પ્રાંત કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો મળે છે. એ જ રીતે પ્રાંતમાં પ્રથમ આવનાર કૃતિને રીજીયન કક્ષાએ અને રીજીયનમાં પ્રથમ આવનાર કૃતિને રાષ્ટ્ર કક્ષાએ પોતાની કૃતિ રજૂ કરવાની તક મળે છે. પરિષદની આ સ્પર્ધામાં ખૂબ જ ઉત્તમ કૃતિઓ રજૂ થઈ હતી. અને સ્પર્ધાનું સ્તર ઉચ્ચ કક્ષાનું રહ્યું હતું.
સમારંભના મુખ્ય મહેમાન તરીકે સાર્વજનિક યુનિવર્સીટીના પ્રમુખ રાજેશભાઈ દેસાઈ અને છાંયડો સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. રાજેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સ્પર્ધામાં ભાગ લેવાથી કલાકારોનો આત્મવિશ્વાસ વધે છે. અને એને કારણે કલાકારો જીવનમાં પણ સફળ થાય છે. ભરતભાઈ શાહે જણાવ્યું હતુ કે વિદ્યાર્થીઓએ સેવાનો ગુણ પણ શીખવો જોઈએ. જો એમ થાય તો આપણી સામાજીક સમરસતામાં વધારો થશે. બન્ને મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભિનંદન આપી પરિષદની પ્રવૃત્તિને બિરદાવી હતી.
કાર્યક્રમનું સંચાલન મનીષા પટેલ અને નીના દેસાઈએ કર્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિપુલ જરીવાળા, મહેશ પટેલ, રંજના પટેલ, પ્રતિમા સોની, રીટા ફૂલવાળા, કલ્પેશ શાહ, પ્રધ્યુમન જરીવાળા, ધર્મેશ શાહ, હેમા સોલંકી, બેલા પટેલ વગેરેએ સિંહફાળો આપ્યો હતો.
રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા- 2022નું પરિણામ
વિભાગ-અ-હિન્દી :
1 . પી. બી. દેસાઈ પ્રાયમરી સ્કુલ
2. શ્રી સી. કે. પટેલ પ્રાથમિક શાળા
3. શ્રી દયાળશી કસનજી ભટારકર વિદ્યાસંકુલ પ્રાથમિક વિભાગ
4. ફ્રીડમ વેલી સ્કુલ, બારડોલી
5. વિદ્યાકુંજ પ્રાથમિક શાળા
વિભાગ-બ-હિન્દી : 1. શ્રી આર. ડી. ઘાયેલ જીવનભારતી માધ્યમિક વિદ્યાલય
2. સંસ્કાર ભારતી વિદ્યાલય અંગ્રેજી માધ્યમ
3. વિદ્યાકુંજ માધ્યમિક શાળા
વિભાગ-બ-સંસ્કૃત
1. શ્રી આર. ડી. ઘાયેલ જીવનભારતી માધ્યમિક વિદ્યાલય
2. સંસ્કાર ભારતી (ગુ.મા.) માધ્યમિક વિભાગ
3. ભુલકાં વિહાર માધ્યમિક વિભાગ