હોર્મુઝ સંકટની વચ્ચે હવાઈ મુસાફરોને મોટો ઝટકો, એર ઈન્ડિયાએ 100 ઈન્ટરનેશનલ ફ્લાઈટ રદ કરી!

National News: હોર્મુઝ કટોકટી પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલના વધતા ભાવનો સામનો એવિએશન સેક્ટર પણ કરી રહ્યું છે. ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ તેની ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઘટાડવાની જાહેરાત કરી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય મુસાફરોને મોટો ફટકો પડ્યો છે. ATFના ભાવમાં વધારો અને એરસ્પેસ પ્રતિબંધો એરલાઇનના સંચાલન ખર્ચમાં વધારો કરી રહ્યા છે. પરિણામે એરલાઇન્સે આ કડક પગલું ભર્યું છે.
અહેવાલો અનુસાર એર ઇન્ડિયાએ જૂનથી શરૂ થતા આગામી ત્રણ મહિના માટે તેના ઈન્ટરનેશનલ નેટવર્કમાં મોટા ફેરફારો કર્યા છે. એરલાઇને દિલ્હીથી શિકાગો, નેવાર્ક, સિંગાપોર અને શાંઘાઈ જેવા શહેરોની સેવા સંપૂર્ણપણે સ્થગિત કરી દીધી છે. સાન ફ્રાન્સિસ્કો, પેરિસ અને ટોરેન્ટો જેવા મુખ્ય શહેરો માટે પણ ફ્લાઇટ ફ્રીક્વન્સી ઘટાડવામાં આવી છે. એરલાઇને તેના નેટવર્કમાંથી દરરોજ આશરે 100 ફ્લાઇટ્સ કાપી દીધી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
જેટ ફ્યુલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા
ઉડ્ડયન ક્ષેત્રની ઉથલપાથલ મુખ્યત્વે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની આસપાસની અસ્થિરતાને કારણે છે. વૈશ્વિક બજારમાં જેટ ઇંધણના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. મે 2026 સુધીમાં ATFના ભાવ પ્રતિ બેરલ $162.89 પર પહોંચી ગયા, જે ફેબ્રુઆરીના અંતમાં માત્ર $99.40 હતા. એરલાઇનના સંચાલન ખર્ચમાં ઇંધણનો હિસ્સો આશરે 40 ટકા હોય છે.












