Border-Gavaskar Trophyમાં નાથન લિયોનનો દબદબો, અનિલ કુંબલેનો તોડ્યો રેકોર્ડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ ઈન્દોરમાં રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 76 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે બીજા દિવસ સુધી ભારતીય ટીમ પર પ્રભુત્વ જમાવ્યું હતું. આ દરમિયાન નાથન લિયોને શાનદાર બોલિંગ કરી હતી. પોતાના પ્રદર્શનના આધારે તેણે અનિલ કુંબલેનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો. લિયોન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં લિયોને અત્યાર સુધીમાં કુલ 113 વિકેટ લીધી છે. આ મામલામાં કુંબલે બીજા સ્થાને છે. તેણે 111 વિકેટ લીધી છે. ત્રીજા નંબર પર રવિચંદ્રન અશ્વિન છે. અશ્વિને 106 વિકેટ લીધી છે. હરભજન સિંહ ચોથા સ્થાને છે. તેણે 95 વિકેટ લીધી છે. રવિન્દ્ર જાડેજા 84 વિકેટ સાથે પાંચમા નંબર પર છે.
આ પણ વાંચોઃ IND vs AUS ત્રીજી ટેસ્ટ: ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 76 રનનો ટાર્ગેટ આપ્યો, પૂજારાની અડધી સદી
ઈન્દોર ટેસ્ટમાં નાથન લિયોને જોરદાર બોલિંગ કરી હતી. તેણે પ્રથમ દાવમાં 3 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન 11.2 ઓવરમાં 35 રન આપવામાં આવ્યા હતા. તેણે 2 મેડન ઓવર પણ કાઢી. ભારતની બીજી ઇનિંગમાં પણ લિયોનનો દબદબો રહ્યો હતો. તેણે 23.3 ઓવરમાં 64 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. લિયોને સમગ્ર ભારતીય દાવને તબાહ કરી નાખ્યો.
મહત્વપૂર્ણ છે કે, ટીમ ઈન્ડિયાએ સિરીઝની પ્રથમ બે મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ એક દાવ અને 132 રને જીતી હતી. આ પછી બીજી મેચ 6 વિકેટે જીતી હતી. પરંતુ ત્રીજી મેચમાં જીત આસાન નહીં હોય. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે માત્ર 75 રન બનાવવાના છે અને તેની પાસે તમામ 10 વિકેટ છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતવા માટે કાંગારૂ ટીમને જલ્દી ઓલઆઉટ કરવી પડશે.
Border-Gavaskar Trophyમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
નાથન લિયોન – 113
અનિલ કુંબલે – 111
રવિચંદ્રન અશ્વિન – 106
હરભજન સિંહ – 95
રવિન્દ્ર જાડેજા – 84