ગુજરાતમધ્ય ગુજરાત

નટરાજ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ નડિયાદ દ્વારા વિધવા મહિલાઓ અને નિસહાયોને અનાજ કીટ વિતરણ કરાઈ

Text To Speech
  • નડિયાદ સ્થિત નટરાજ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજ કીટ વિતરણ કરાઈ
  • ટ્રસ્ટ ન પહોંચી શકે તેવા વિસ્તારોમાં કુરિયર મારફતે અનાજ કિટનું વિતરણ કર્યું
  • વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય સહિતની સેવાઓ પુરી પાડવામાં આવશે

જન સેવા એજ પ્રભુ સેવાને સાકાર કરતાં નડિયાદ સ્થિત નટરાજ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ જન સહાય કરવામાં આવે છે. ત્યારે આ વખતે ટ્રસ્ટે ન પહોંચી શકાય તેવા વિસ્તારોમાં પણ કુરિયર મારફતે અનાજ કિટનું વિતરણ કર્યું છે. જેવાં કે જુનાગઢ, પાટણ જેવા શહેરમાં કુરિયર મારફતે આ સેવા પહોંચાડવામાં આવી હતી. જ્યારે અમદાવાદ અને નડિયાદના આસપાસના વિસ્તારોમાં રુબરુ જઈને આ અનાજકીટ આપવાનું સેવાકાર્ય કરવામાં આવ્યું છે. કીટ મળતાં વિધવા સ્ત્રીઓ, તેમજ અપંગ અને નિસહાય લોકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. લાભાર્થીઓએ નટરાજ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.

નટરાજ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ-humdekhengenews

નટરાજ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે સહાય

સેવાભાવી કાર્યકર અશ્નિન શિયાણી ( તિરુપતિ કુરિયર) દ્વારા કુરીયરની વિના મૂલ્યે સેવા પુરી પાડવામાં આવી છે. ભવિષ્યમાં પણ કુરિયર સેવા નટરાજ જનસેવા ચરિટેબલ ટ્રસ્ટને વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે. જ્યારે આ સેવાભાવી કાર્ય નટરાજ ટ્રસ્ટના પ્રમુખ નીરવ સોની, ટ્રસ્ટી માહીબા રાઠોડ, ટ્રસ્ટી નિતિન પંડ્યા, નટરાજ જનસેવા ટ્રસ્ટના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના પ્રમુખ મધુબેન રોહિત, કાર્યકર્તા કલ્પેશ પટેલ દ્વારા કરાઈ રહ્યું છે.

નટરાજ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ-humdekhengenews

શિક્ષણ સહાય સહિતની સેવાઓ પુરી પડાશે

નટરાજ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરુરિયાતમંદોને સહાય પુડી પાડી રહ્યું છે. તેમજ આવનાર સમયમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય સહિતની સેવાઓ પુરી પાડવામાં આવશે.

 આ પણ વાંચો : તોડકાંડના આ આરોપીની તબિયત લથડી, સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયો

Back to top button